ફિલ્મ પ્રસ્થાનમથી સંજય દત્ત બોલીવૂડમાં નિર્માતા તરીકે પોતાની નવી શરૂઆત કરી રહ્યો છે. સંજય દત્તની ફિલ્મ પ્રસ્થાનમ વર્ષ 2010માં આવેલી તેલુગૂ ફિલ્મ પ્રસ્થાનમની હિંદી રિમેક છે.
પ્રસ્થાનમના ટીઝરમાં સંજય દત્ત બાહુબલી રાજનેતાના લૂકમાં જોવા મળે છે. ટીઝરમાં પોલિટિકલ ડ્રામા જોવા મળી રહ્યો છે. ટીઝરમાં મુખ્ય કલાકારોની ઝલક જોવા મળી છે.