'સંજુ' જોયા બાદ સંજય દત્તે રણબીર-રાજુ હિરાની માટે કહી દીધી આવી વાત, મીડિયા પર સાધ્યું નિશાન
જોકે, આ ફિલ્મ વિશે જ્યારે સંજય દત્તને પુછવામાં તો તેમને જબરદસ્ત પ્રસંશા સાથે રણબીરને એક સારો હીરો ગણાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મીડિયામાં છેલ્લા કેટલાય સમયથી ચર્ચા ચાલી રહી હતી કે, રણબીર કપૂરે ફિલ્મ 'સંજુ'માં સંજય દત્તની ઇમેજને ન્યાય નથી આપ્યો, તેના જવાબમાં સંજય દત્તે વળતો જવાબ આપ્યો હતો.
ફિલ્મ જોયા બાદ જ્યારે સંજય દત્તને પુછવામાં આવ્યું કે, 'સંજુ' તમને કેવી લાગી અને રણબીર કપૂરે તમારી ભૂમિકા કઇ રીતે નિભાવી છે, તો સંજય દત્તે કહ્યું, ફિલ્મમાં રણબીરનું કામ લાજવાબ છે, ફિલ્મ પણ બહુજ સારી છે. વિક્કી કૌશલનું કામ પણ ખુબ સારુ છે અને રાજુ હિરાનીએ એક સારી ફિલ્મ બનાવી છે... અને ફિલ્મમાં જે સત્ય છે તે જ રજૂ કર્યું છે.
નોંધનીય છે કે, સંજય દત્ત 27 જૂલાએ રિલીઝ થનારી ફિલ્મ 'સાહિબ બીબી અને ગેન્ગસ્ટર 3'માં એક ગેન્ગસ્ટરની ભૂમિકામાં જોવા દેખાશે.
મુંબઇઃ ફિલ્મ 'સંજુ' 27 જૂનથી સિનેમાઘરોમાં આવી ચૂકી છે, જબરદસ્ત ઓપનિંગ કરતાં ફિલ્મએ પહેલાજ દિવસે બૉક્સ ઓફિસમાં 34.75 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મમાં રણબીર કપૂરે સંજય દત્તની ભૂમિકા પરફેક્ટ રીતે નિભાવી છે.