એક રિપોર્ટ અનુસાર સંજય લીલા ભણસાળી બાલાકોટની એર સ્ટ્રાઈક પર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટસ અનુસાર બાલાકોટ એર સ્ટ્રાઈક પર બનનારી ફિલ્મ સંજય લીલા ભણસાળી ડિરેક્ટ નહી કરે, પણ ફિલ્મને પ્રોડ્યુસ કરશે. ફિલ્મના ડાયરેક્ટર અભિષેક કપુર બની શકે છે. ફિલ્મની કાસ્ટિંગની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે.
પ્રોજેક્ટમાં કેટલાક દિગ્ગજ કલાકારોએ રસ દાખવ્યો છે. જો કે હજુ અધિકારીક રીતે પુષ્ટી થવાની બાકી છે, બાલાકોટ એર સ્ટ્રાઈક પર ઓછામાં ઓછી 5 પ્રોડક્શન કંપનીઓના પ્રતિનિધિઓએ ઈન્ડીયન મોશન પિક્સર્સ પ્રોડ્યુસર્સ એસોસિએશન (IMMPA) તરફ જશે. આવુ એટલા માટે કેમકે તે આ ફિલ્મનું ટાઈટલ પોતાના નામે રિઝર્વ કરી શકે. આ ટાઈટલમાં પુલવામા ધ ટેરર એટેક, પુલવામા એટેક વર્સિઝ સર્જિકલ સ્ટ્રાઈક 2.0, સર્જિકલ સ્ટ્રાઈક 2.0, બાલાકોટ જેવા ટાઈટલનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 23 ટાઈટલ રજીસ્ટર કરવામાં આવ્યા છે.