નવી દિલ્હીઃ પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલ આતંકીઓની સંખ્યાને લઈને રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, વિદેશ સચિવનું નિવેનદ જ ભારત સરકારનું નિવેદન છે અને તેમણે કોઈ આંકડો આપ્યો નથી. નિર્મલા સીતારમણે કહ્યું કે, બાલાકોટ પર એર સ્ટ્રાઈક બાદ વિદેશ સચિવે કોઈ આંકડો આપ્યો નથી. તેમણે કહ્યું કે, વિદેસ સચિવનું નિવેદન જ સત્તાવાર નિવેદન છે અને એ જ ભારત સરકારનું નિવેદન છે.
ગઈકાલે યોજાયેલી એક પ્રેસ કૉન્ફરન્સમાં એર ચીફ માર્શલે જણાવ્યું હતું કે અમારું કામ ટાર્ગેટ હીટ કરવાનું હતુ, લાશો ગણવાનું નહીં. મીડિયાને બ્રીફિંગ આપતા સમયે તેમણે જણાવ્યું હતું કે ભારતીય સેના દરેક નાપાક હરકતોનો જવાબ આપવાની તાકાત ધરાવે છે.
એરચીફ માર્શલે પત્રકારોને જણાવ્યું હતું કે અમે લક્ષ્યને વિંધ્યું છે, જે અમારું કામ હતું. એરફોર્સનું કામ એ નથી કે જમીન પર કેટલા લોકો મર્યા તેની યાદી બનાવે. અમારી પાસે કેટલા લોકો મર્યા તેની કોઈ જાણકારી નથી. કેટલા લોકો મર્યા તેનો આધાર એ સમયે તે સ્થળે કેટલા લોકો હતા તેના પર છે. ભારત સરકાર જ આના વિશે વધારે માહિતી આપી શકે છે.