'સંજુ'ના ટ્રેલરમાં ‘બાબા’ના ખૂલ્યા અનેક રહસ્ય, પ્રથમ વખત ન્યૂડ દેખાશે રણબીર કપૂર
ફિલ્મના ટ્રેલરને બેસ્ટ રીતે એડિટ કરવામાં આવ્યુ છે અને આમાં સંજય દત્તની જિંદગીના કેટલીક યાદગાર ઘટનાઓને હ્યૂમર સાથે રજૂ કરવામાં આવી છે. ટ્રેલર સંજય દત્તની એકે56 વાળા કેસને પણ ખાસ જગ્યા આપવામાં આવી છે અને તેમાં તેને કઇ રીત જેલમાં રહેવું પડ્યું અને પોલીસે પોતાની કાર્યવાહીમાં કઇ રીતે તેને ટોર્ચર કર્યો. સંજુ પોતાની લાઇફ વિશે વાત કરતાં કહે છે 'હું ટેરરિસ્ટ નથી'
આ ફિલ્મમાં સંજય દત્તની માં નૉરગિસના રૉલમાં અભિનેત્રી મનિષા કોઇરાલા દેખાશે, તેના પિતાના રૉલમાં પરેશ રાવલ, અનુષ્કા શર્મા, સોનમ કપૂર, દીયા મિર્ઝા, વિક્કી કૌશલ, જિમ સૌરભ અને બોમન ઇરાની જેવા જાણીતા સ્ટાર્સ દેખાશે.
ફિલ્મની શરૂઆતમાં ડાયલૉગ છે, 'આજે મારા માટે ખુશીનો દિવસ છે કેમકે બોલે તો આજે મારી લાઇફની ઓટોબાયોગ્રાફી મારી આત્મકથા તમારા લોકોની સામે આવી રહી છે.' બીજા ડાયલૉગમાં તે કહે છે કે ''હું બેવડો છું, ઠરકી છું, ડ્રગ એડિક્ટ છું પણ ટેરરિસ્ટ નથી.''
નવી દિલ્હીઃ લાંબી ઇન્તજાર બાદ આજે રણબીર કપૂરની અવેટેડ ફિલ્મ 'સંજુ'નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મના ટીઝરની જેમ આનું ટ્રેલર પણ મજેદાર ડાયલૉગ્સથી ભરેલું છે. ટ્રેલરમાં રણવીર કપૂરન હુબહુ સંજય દત્તની જેવો લાગી રહ્યો છે. 3 મિનીટના આ ટ્રેલરમાં સંજય દત્તની આખી જિંદગીને દર્શાવવાની કોશિશ કરવામાં આવી છે.
ટ્રેલરની અંદર સંજય દત્તની જિંદગીના દરેક તબક્કાને આવરી લેવાની કોશિશ કરવામાં આવી છે જેના કારણે તે ચર્ચામાં રહ્યો છે. આમાં તેની ડ્રગ્સની લતથી લઇને જેલ જવા અને આતંકવાદનો આરોપ લાગવા સુધી બધુ સામેલ કરવામાં આવ્યુ છે.