માતાના નામનો ઉપયોગ કરીને યુવતીઓ સાથે સંબંધ બાંધતો આ બોલિવૂડ એક્ટર
હિરાનીએ સંજય દત્ત વિશે વધુ ખુલાસા કરતાં કહ્યું કે, ‘એક છોકરીએ સંજય સાથે સંબંધ તોડી લીધા હતા એટલે સંજુએ પોતાના મિત્રની નવી કાર લીધી અને તેની પોતાની એક્સ ગર્લફ્રેન્ડના ઘરની સામે બીજી કાર સાથે ટકરાવી દીધી. બાદમાં ખબર પડી કે, સંજુએ જે કાર સાથે પોતાની કાર ટકરાવી હતી તે તેની એક્સ ગર્લફ્રેન્ડના બોયફ્રેન્ડ હતી અને બંને કારને સરખું નુકસાન થયું હતું.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહિરાનીએ જણાવ્યું કે, સંજય છોકરીઓને એક નકલી કબર પર લઈ જતો હતો અને કહેતો હતો કે, ‘હું તને મારી મા સાથે મુલાકાત કરાવવા લાવ્યો છું.’ રાજુ કહે છે કે, ‘આ વિચિત્ર મુલાકાત બાદ છોકરીઓ સંજય સાથે ઈમોશનલી એટેચ થઈ જતી હતી. પણ હકીકત એ હતી કે, તે કબર તેની માતાની નહોતી.’
ફિલ્મના ટ્રેલરના એક સીનમાં જણાવાયું છે કે, સંજય આશરે 308 જેટલી મહિલાઓ સાથે સંબંધ બાંધી ચૂક્યો છે. તો ફિલ્મના ડિરેક્ટર રાજકુમાર હીરાની એક ખૂબ જ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. હિરાનીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, સંજય પોતાની મા નરગિસના નામે યુવતીઓને ઈમોશનલ કરતો હતો અને પછી તેમની સાથે શારીરિક સંબંધો બનાવતો હતો.
મુંબઈઃ સંજય દત્તની બાયોપિક સંજૂ આ શુક્રવાર (29 જૂન)ના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં સંજૂની ગર્લફ્રેન્ડ, ડ્રગ એડિક્શન અને જેલ લાઈફ બતાવવામાં આવી છે. ફિલ્મના ડાયરેક્ટર રાજકુમાર હિરાની અનુસાર ફિલ્મમાં અનેક કિસ્સા છે જેને જોઈને દર્શકોને વિશ્વાસ નહીં થાય કે આવું પણ થયું હતું. રાજકુમાર હિરાનીએ સંજૂના જીવન વિશે આવા અનેક કિસ્સા શેર કર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -