ઈન્ટરનેટ પર સૌથી વધારે સર્ચ થતી હસ્તીઓમાં આ ફેમસ ડાન્સરને મળ્યું સ્થાન, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Dec 2018 08:24 AM (IST)
1
ફિલ્મોની વાત કરવામાં આવે તો બિગ બોસમાં ભાગ લીધા બાદ સપનાની લોકપ્રિયતામાં વધારો થયો છે. સોનૂ કે ટીટૂ કી સ્વીટી કી શાદી માં આઈટમ સોંગ પર ડાન્સ કરી સપનાએ સૌને ચોંકાવી દિધા હતા. આઈટમ સોંગ બાદ સપનાના બોલીવૂડ ડેબ્યૂની ફેન્સ રાહ જોઈ રહ્યા છે.
2
સપના ચૌધરી એક લોકપ્રિય ડાન્સર અને સ્ટેજ કલાકાર છે. તે દિલ્હીમાં રહે છે, પોતાના પરિવારને મદદ કરવા માટે તેણે નાની ઉંમરમાં એક ડાન્સર તરીકે પોતાનું કરિયર શરૂ કર્યું હતું. તેના કેટલાક હિટ સોંગ છે જેમકે 'તેરી આંખો કા યો કાજલ' ખૂબ જ ફેમસ થયું હતું.
3
નવી દિલ્હી: ગૂગલ સર્ચમાં બિગ બોસ 11ની સ્પર્ધક રહી ચૂકેલી અને હરિયાણની ફેમસ ડાન્સર સપના ચૌધરી 2018માં ત્રીજી સૌથી વધારે સર્ચ થતી સેબિબ્રિટી બની છે. રિયાલિટી શો બિગ બોસમાં ભાગ લીધા પહેલા સપના ખૂબ ફેમસ છે. શોમાં ભાગ લીધા બાદ તેને સમગ્ર દુનિયામાં પ્રસિદ્ધી મળી હતી.