ટ્વીટર પર આ એક્ટ્રેસ પોલીસ સાથે બાખડી પડી, જાણો શું હતું કારણ....
મુંબઈ પોલીસે ટ્વિટમાં લખ્યું કે, સોનમ કપૂર અમે તમારી વાત સાથે સહમત છીએ.આ એક વેઈરડો છે. આવા સ્ટન્ટ્સથી તમે તમારા સાતી ચાલકોનો જીવ પણ ખતરામાં મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છો. અમે રીલ લાઈફમાં તેની પરવાનગી નથી આપી શકતા.
જોકે આ ઘટના બાદ ફેન્સે મુંબઈ પોલીસને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું પરંતુ સોનમ કપૂરે ટ્વીટ કરીને કહ્યું કે, મુંબઈ પોલીસ પોતાનું કામ કરી રહી છે અને સારું કામ કરે છે. તેમને આ રીતે પરેશાન ન કરો. આપણે તેમનો આભાર માનવો જોઈએ.
આ પછી સોનમ કપૂરે પોતાના સાથી કલાકરનો બચાવ કરતાં વળતુ ટ્વીટ કર્યું કે, અમે કાર નહોતા ચલાવી રહ્યાં અમે એક ટ્રક સાથે બંધાયા હતાં. જે ચાલીરહ્યો હતો. પરંતુ મને ખુશી છે કે તમે લોકો ચિંતિત છો. મને આસા અને જાણ છે કે તમે નિયમિત રીતે એકસરખો રસ બતાવો છે. કાળજી રાખવા બદલ આભાર.
મુંબઈઃ સોનમ કપૂરે પોતાના કો સ્ટાર દુલકર સલમાન ખાનનો ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો જ્યાં દુલકર ગાડી ચલાવતા ફોનનો ઉપયોગ કરતો જોવા મળી રહ્યો છે. સોનમની આ ટ્વિટ પર મુંબઈએ બન્ને જવાબ આપતા ફટકાર લગાવી છે.