'તાળી ક્યારેય એક હાથે નથી વાગતી': MeToo પર સપના ચોધરીનું બૉલ્ડ નિવેદન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Nov 2018 08:48 AM (IST)
1
સપનાએ ચોંકાવનારા પોતાના નિવેદનમાં કહ્યું કે, તાળી ક્યારેય એક હાથે નથી પડતી, દરેક વખતે માત્ર છોકરાઓની જ ભૂલ નથી હોતી, પણ આ અભિયાન બાદ આવો માહોલ બની ગયો છે.
2
ઉલ્લેખનીય છે કે, બૉલીવુડમાં તનુશ્રી દત્તા દ્વારા એક્ટર નાના પાટેકર પર લગાવવામાં આવેલા યૌન શોષણના આરોપ બાદ અનેક મહિલાઓએ પોતાની સાથે થયેલા દુષ્કર્મની આપવીતી લોકો સમક્ષ મુકી છે.
3
હવે આ અભિયાન પર હરિયાણવી ડાન્સર સપના ચૌધરીએ પહેલીવાર પોતાનું નિવેદન આપ્યુ છે. સપનાએ આ અભિયાનને બકવાસ ગણાવ્યુ છે. તેને કહ્યું કે, તાળી ક્યારેય એક હાથે નથી પડતી.
4
મુંબઇઃ દેશભરમાં હાલમાં કેટલાક દિવસોથી મીટૂ અભિયાન મોટા પાયે ચાલી રહ્યું છે. આની ઝપટેમાં હવે બૉલીવુડ અને હૉલીવુડના સ્ટાર્સ અને સેબેલ્સ આવી રહ્યાં છે. કેટલીક મહિલાઓએ પોતાની સાથે થયેલા યૌન શોષણને લોકો સમક્ષ વર્ણવ્યુ છે.