આજે ભારત-વેસ્ટઇન્ડિઝ વચ્ચે પાંચમી વનડે, કેટલા વાગે ને કઈ ચેનલ પર થશે લાઈવ ટેલિકાસ્ટ? જાણો વિગત
ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, અંબાતી રાયડુ, રીષભ પંત, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલીલ અહેમદ, ઉમેશ યાદવ, લોકેશ રાહુલ, મનિષ પાંડે.
વેસ્ટ ઇન્ડિઝ ટીમઃ જેસન હોલ્ડર (કેપ્ટન), ફાબિયન એલન, સુનિલ એમ્બ્રીસ, દેવેન્દ્ર બીશુ, ચંદ્રપોલ હેમરાજ, શિમરોન હેટમેયર, શાઇ હોપ (વિકેટકીપર), અલઝારી જોસેફ, એશ્લે નર્સ, કીમો પૉલ, રોવમેન પોવેલ, કેમાર રોચ, મર્લોન સેમ્યૂઅલ્સ, ઓશેન થોમસ.
જો ઓનલાઇન સ્ટ્રીમિંગ જોવા માગતા હોય તો હૉટસ્ટાર પર તમે પાંચમી વનડે ઓનલાઇન જોઇ શકો છો.
ભારત અને વિન્ડિઝની વચ્ચેની આજની મેચ તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર હિંન્દી અને ઇંગ્લિશમાં જોઇ શકો છો.
આજની મેચ ભારતીય સમયાનુસાર બપોરે 1 વાગેને 30 મિનીટ શરૂ થશે.
આજની ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પાંચમી વનડે મેચ કેરાલાના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમમાં રમાશે.
તિરુવનંતપુરમઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે રમાઇ રહેલી વનડે સીરીઝ હવે એક રોચક તબક્કામાં પહોંચી ગઇ છે. ચાર મેચો બાદ ભારત 2-1થી આગળ છે, આજે ગુરુવારે સીરીઝની છેલ્લી વનડે મેચ રમાવવાની છે, જો વેસ્ટ ઇન્ડિઝ આજની મેચ જીતી જશે તો સીરીઝ ડ્રૉ થશે. આ કારણથી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ બન્ને માટે પાંચમી વનડે મેચ મહત્વની છે.