શૂટિંગ દરમિયાન બ્રા પહેરવા કરી મજબૂર પછી દુઃખાવો જોઇને હંસવા લાગ્યા પ્રૉડ્યૂસર, હૉટ એક્ટ્રેસ જણાવી આપવીતી
આ વિશે ઉલ્ટાનું પ્રૉડ્યૂસરે મને ખખડાવી, કહ્યું તારી સાથે કામ કરવું અઘરુ છે કેમકે તુ બહુ નખરા કરે છે. મને કહેવામાં આવ્યું કે તે એક બ્રા છે અને બાદમાં પ્રૉડ્યૂસર અને ડાયરેક્ટ હંસવા લાગ્યા.
સપનાએ કહ્યું તે સમયે મેં ચૂપચાપ કામ કર્યું કેમકે મને ડર હતો કે મને કામમાંથી હટાવી દેશે. જ્યારે શૂટિંગના બીજા દિવસે હું ઉંઠી તો મને ખતરનાક છાતીમાં દુઃખાવો થઇ રહ્યો હતો. મેં આ વિશે પ્રૉડ્યૂસરને જણાવ્યું તો મારી ઉપર હંસવા લાગ્યા.
નવી દિલ્હીઃ બૉલીવુડ અભિનેત્રી તનુશ્રી દત્તા અને નાના પાટેકર વિવાદ હજુ શમ્યો નથી ત્યાંતો અન્ય એક અભિનેત્રી સપના પબ્બીએ પણ પોતાની આપવીતી જણાવી છે. પબ્બી પોતાનો એક્સપીરિયન્સ વર્ણવતા કહે છે કે, મને પ્રૉડ્યૂસરે બ્રા પહેરવા માટે મજબૂરી બાદમાં તે હંસતા રહ્યાં હતા. પબ્બીએ તનુશ્રીના સપોર્ટમાં આ પૉસ્ટ લખી છે.
સપના પબ્બીએ સોશ્યલ મીડિયા પૉસ્ટમાં લખ્યું છે કે, મને એક ઘટના યાદ છે જ્યારે મને ગીત માટે બિકીની પહેરવાની હતી, ગીતના શૂટિંગ ટ્રાયલ દરમિયાન મે મારી સ્ટાઇલિસ્ટને કહ્યું હતું કે આ અંડરવાયર્ડ બ્રામાંથી વાયર કાઢી નાંખો, કેમકે પહેરીને સાત કલાક સુધી શૂટિંગ કરવું તેના માટે દર્દભર્યુ રહેશે. પણ મને વિના ઓલ્ટ્રેશન કરીને તે જ બિકીનીમાં શૂટિંગ કરવા માટે મજબૂર કરવામાં આવી.