1000 કરોડની સંપત્તિ ધરાવતા અમદાવાદના આ ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ લેશે ડિવોર્સ, પત્નિને આપશે 200 કરોડ, જાણો વિગત

સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ નોંધાયેલાં લગ્ન બાદ છૂટાછેડા મેળવવા સામાન્ય પણે છ મહિનાનો સમય પુનઃ વિચારણા માટે આપવામાં આવે છે. પરંતુ સુપ્રીમ કોર્ટના હુકમ બાદ દંપતિ લાંબા સમયથી બંને વચ્ચે પતિ-પત્નીનો સંબંધ ન હોવાનું દર્શાવે તો ફેરવિચારણા હોતી નથી. આથી મોદી દંપતિને આ મહિના અંતમાં જ છૂટાછેડા મળે તેવી શક્યતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
જ્યારે મોનિકાએ તેના હક્કો છોડી દેવા માટેના દસ્તાવેજો ઉપર સહીઓ કરી દીધી હતી. આ એસ્ક્રો એકાઉન્ટ અને દસ્તાવેજો એ બંને પક્ષકારોના વકીલોના એસ્ક્રો એજન્ટ પાસે સંયુક્તપણે રહેશે. છૂટાછેડાની ડિક્રી પર કોર્ટની મોહર વાગે તે પછી પરસ્પર આપ લે કરી દેવાશે.

રાજીવ મોદીએ રૂપિયા 200 કરોડ આપવાના અને મોનિકા તમામ હક્કો છુટા કરવા માટે દસ્તાવેજો ઉપર સહીઓ કરી આપવાનું મોનિકા મોદી તરફથી સીનિયર એડવોકેટ સુધીર નાણાવટી અને રાજીવ મોદી તરફથી શાલિન મહેતાની હાજરીમાં નક્કી કરવામાં આવ્યું હતું. સોલા પોલીસ મથકમાં નક્કી થયા પ્રમાણે રાજીવ મોદીએ રૂપિયા 200 કરોડ આંબાવાડીની બેંક ઓફ બરોડામાં એક એસ્ક્રો એકાઉન્ટ ખોલાવી ભરી દીધા હતા.
1000 કરોડની સંપત્તિ ધરાવતા કેડિલા ફાર્માસ્યુટિક્લ કંપનીના માલિક રાજીવ મોદીએ તેમની પત્ની મોનિકા વચ્ચે 29મી ઓગષ્ટના રોજ ઝઘડો થતાં સોલા પોલીસ મથકમાં મામલો પહોંચ્યો હતો. ત્યારે પોલીસ મથકમાં બન્નેને અલગ-અલગ રૂમમાં બેસાડીને કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું. જેમાં રાજીવ મોદીએ તેમની પત્ની મોનિકાએ છુટાછેડા લેવાનું નક્કી કર્યું હતું.
ફેમિલી કોર્ટમાં કેડિલા ફાર્માસ્યુટિક્લ કંપનીના માલિક રાજીવ મોદીએ તેમની પત્ની મોનિકાએ છુટાછેડાની અરજી કરવાની હોવાથી સવારથી તેનું કવરેજ કરવા માટે કોર્ટ સંકુલમાં ઉમટી પડ્યા હતા. જોકે, મોનિકા પટેલના એડવોકેટ આવીને પરસ્પરની સંમતિથી છુટાછેડા મેળવવાની અરજી ફાઈલ કરીને નિકળી ગયા હતા.
અમદાવાદ: પ્રતિષ્ઠિત કેડિલા ફાર્માસ્યુટિક્લ કંપનીના માલિક રાજીવ મોદીએ તેમની પત્ની મોનિકાએ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ ફેમિલી કોર્ટમાં છુટાછેડા મેળવવા માટે અરજી કરી છે. આ અરજી પર આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે. દેશભરમાં માતબર રકમ લઈને છુટાછેડા લેવાની આ બીજી ઘટના છે તેવું જાણવા મળ્યું છે. અગાઉ ફિલ્મસ્ટાર ઋત્વિક રોશને સુઝાનખાનને 400 કરોડ ચુકવીને છુટાછેડા મેળવ્યા હતા. ત્યારબાદ 200 કરોડ ચુકવીને છુટાછેડા લેવાનો આ બીજો કિસ્સો છે. આવો અહેવાલ ગુજરાતના જાણીતા અખબારમાં છપાયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -