શિમલામાં બોલિવૂડનું કયું ‘કપલ’ ચહેરો છૂપાવીને જોવા મળ્યું? નામ જાણીને ચોંકી જશો
મુંબઈ: કાર્તિક આર્યન અને સારા અલી ખાન અફેરને લઈને ચર્ચામાં છે. આ બન્ને ઇમ્તિયાઝ અલીની ફિલ્મ ‘લવ આજકલ -2’ માં નજર આવશે. આ ફિલ્મની શૂટિંગ દરમિયાન બન્નેના અફેરની ખબરોએ પણ જોર પકડ્યું છે. બન્ને ઘણીવખત એકસાથે સ્પોટ કરવામાં આવ્યા છે. ત્યારે હાલમાં જ બન્ને એકસાથે ચેહરો છૂપાવીને શિમલામાં ફરતા જોવા મળ્યા હતા.
આ પહેલા મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા હતા. ફિલ્મ સિવાય બન્ને પોતાના રિલેશનને લઈને પણ ચર્ચામાં રહે છે. ઉલ્લેખનીય છે કે સારાએ કરણ જોહર ચેટ શોમાં કહ્યું હતું કાર્તિક આર્યન તેનો ક્રશ છે અને તેને ડેટ કરવા માંગે છે. તેના બાદ બન્નેના અફેરની ચર્ચાએ જોર પકડ્યું છે.
ચહેરો કવર કર્યા બાદ પણ તેઓ ફેન્સની નજરથી બચી શક્યા નહી. ફેન્સે સારા અને કાર્તિક સાથે સેલ્ફી લીધી હતી. જેની તસવીરો વાયરલ થઈ રહી છે.
કાર્તિક અને સારાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં સારા પીળા રંગના ડ્રેસમાં છે જ્યારે કાર્તિક ટ્રાઉઝર અને ટી-શોર્ટમાં છે. બન્નેએ પોતાના ચહેરાને ઠાકેલો છે. કહેવામાં આવી રહ્યું છે કે સારા અને કાર્તિકની આ તસ્વીર શિમલાની છે. બન્ને શિમલાના મોડ રોડ પર સ્પોટ થયા હતા.
બન્ને થોડા સમય પહેલા જ ઈદ પર પણ આ જ રીતે નજર આવ્યા હતા. બન્નેએ સેલ્ફી પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.