એરપોર્ટ પર સ્પૉટ થયા કાર્તિક અને સારા અલી ખાન, તસવીરોમાં જોવા સ્પેશિયલ બોન્ડિંગ
મુંબઈ: બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન અને સારા અલી ખાન લવ આજ કલ ફિલ્મના સીક્વલમાં પહેલીવાર સાથે નજર આવશે. આ ફિલ્મને લઈને બન્ને શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યારે હાલમાં જ બન્ને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા હતા. ત્યારે બન્નેની જબરજસ્ત બોન્ડિંગ જોવા મળી હતી. જેની તસવીરો સામે આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિલ્મ સિવાય બન્ને પોતાના રિલેશનને લઈને પણ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર બન્નેની બોન્ડિંગ ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.
સારા અલી ખાન ટ્રેડિશનલ ડ્રેસમાં નજરમાં આવી હતી. કાર્તિક આર્યન પણ હેન્ડસમ લાગી રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સારાએ કરણ જોહર ચેટ શોમાં કહ્યું હતું કાર્તિક આર્યન તેનો ક્રશ છે અને તેને ડેટ કરવા માંગે છે. તેના બાદ બન્નેના અફેરની ચર્ચાએ જોર પકડ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -