નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાને સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી પોતાના ભાઈ ઈબ્રાહિમ અલી ખાનને બર્થડે વિશ કર્યું છે. બર્થડે વિશ કરવા સારાએ તેના માલદીપ પ્રવાસ વખતે ખેંચલી એક તલવીર મૂકીને એક પોસ્ટ કરી છે. બિકનીમાં ભાઇ ઇબ્રાહિમ સાથે ખેંચેલી આ તસવીરને શેર કરીને સારાએ તેના ભાઇને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

સારા અલી ખાને તસવીર શેર કરતાં લખ્યું, “જન્મદિવસની શુભેચ્છા ભાઈ...તને જેટલી ખબર છે તેના કરતાં પણ વધારે પ્રેમ કરું છું તને અને આજે તને ખૂબ જ યાદ કરી રહી છું. કદાચ તું આજે સાથે હોત.” સારા આલી ખાને ઇન્સ્ટાગ્રામ પર અલગ અંદાજમાં તસવીર શેર કરી છે. સારા અલી ખાનના આ તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે.


ઈબ્રાહિમ અલી ખાનનો આ 19મો બર્થડે છે. ઈબ્રાહિમ સૈફ અલી ખાન અને અમૃતા સિંહનો દીકરો છે. તે દેખાવે બિલકુલ સૈફ અલી ખાન જેવો લાગે છે. સારા અીલ ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની તસવીર શેર કરતાં બર્થડે વિશ કર્યું છે. આમ પણ સારા અલી ખાનની કોઈપણ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ જાય છે.


જો કે તમને જણાવી દઇએ કે સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન વચ્ચે ભાઇ બહેન તરીકે સારું બોન્ડિંગ છે. અને તે બંને એકબીજા સાથે સરસ તસવીરો શેર કરતા રહે છે. આ પહેલા પણ સારા અને ઇબ્રાહિમ શેર કરેલી તસવીરો લોકોને ખૂબ જ પસંદ આવી હતી.



વર્ક ફંટની વાત કરીએ તો સારા વરુણ ધવન સાથે કુલી નંબર 1માં ટૂંક સમયમાં નજરે પડશે. આ સિવાય તે અક્ષય કુમાર અને ધનુષ સાથે પણ એક ફિલ્મ કરી રહી છે. જેનું શૂટિંગ હાલ વારાણસીમાં ચાલી રહ્યું છે. અને શૂટિંગના કારણે જ સારા હાલ મુંબઇના બદલે વારાણસીમાં છે. જેના કારણે તે પોતાના ભાઇના બર્થ ડે પર તેની સાથે ઉજવણી નહીં કરી શકે.