મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ સારા અલી ખાને માતા અમૃતા ભાઈ ઈબ્રાહિમ સાથે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સારા માતા અમૃતા અને ભાઈ ઈબ્રાહિમ સાથે ટિકટોક પડકાર માટે એક સાથે બેઠા છે. જેનું ટાઈટલ છે 'સૌથી વધુ સંભાવના કોની છે'.

ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં સવાલ હતા કે, કોણ સ્કૂલમાં હોશિયાર હતું ? કોના ઉછેરમાં ઓછી તકલીફ થઇ હતી? કોના અરેસ્ટ થવાના ચાન્સ વધુ છે ? કોણ સૌથી વધુ ક્રેઝી છે ? કોણ રિબેલ ચાઈલ્ડ છે? ઉપરાંત તેમાં એક સવાલ હતો કે કોણ સૌથી વધુ પોપ્યુલર છે જેના જવાબમાં સારા અલી ઇબ્રાહિમે માતા અમૃતા સિંહ તરફ આંગળી ચીંધી હતી.



વીડિયો શેર કરી સારા અલી ખાને લખ્યું હતું કે, એકમાત્ર વસ્તુ જેના પર અમે હંમેશાં સહમત થઈએ એ છે સિંહ ઇઝ કિંગ. આ વીડિયો ઓરિજિનલી ઇબ્રાહિમે તેના ટિક્ટોક અકાઉન્ટ પર શેર કર્યો હતો.