નવી દિલ્હી: સ્વાસ્થ્ય મંત્રાલયે સાંજે કોરોના વાયરસને લઈને આંકડા જાહેર કર્યા છે. જે મુજબ દેશમાં અત્યાર સુધીમાં 13835 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. જ્યારે 452 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે. જ્યારે 1767 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે.



દેશમાં કોરોનાના કેસ વધવામાં 40 ટકાનો ઘટાડો આવ્યો છે. કોરોના પોઝિટીવ 13.6 ટકા દર્દીઓ ઠીક થયા છે. દેશમાં કોરોનાના 80 ટકા દર્દીઓ સ્વસ્થ થઇ રહ્યા છે. દેશમાં એન્ટી બોડીઝ પર કામ થઇ રહ્યુ છે. પ્લાઝ્મા ટેકનિકથી પણ સારવાર પર કામ કરી રહ્યા છે. રાજ્યોને પાંચ લાખ ટેસ્ટ કિટ આપવામાં આવી રહી છે. મે સુધીમાં 10 લાખ ટેસ્ટ કિટ તૈયાર કરવાનો પ્રયાસ છે.

કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધન દ્વારા વીડિયો કોન્ફરન્સથી દિલ્હીના રાજ્યપાલ અનિલ બૈજલ, દિલ્હીના આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈન અને આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

તાજા આંકડા મુજબ, વિશ્વભરમાં કોરોના વાયરસથી 21 લાખથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. એકલા અમેરિકામાં જ 677570 દર્દીઓ છે. અત્યાર સુધીમાં 34617 લોકોના મોત થા છે.