મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ સારા અલી ખાને હાલમાં જ ખૂબ જ હોટ ફોટોશૂટ કરાવ્યું છે. સારાએ આ ફોટોશૂટની તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. સારા આ હોટ ફોટોશૂટમાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. સારાએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી તસવીરો શેર કરી છે.


સારાએ બ્લેક ડ્રેસમાં અલગ-અલગ પોઝ આપ્યા છે. સારા આ તસવીરોમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. સારા નિર્દેશક ઈમ્તિયાઝ અલીની ફિલ્મ આજકલમાં કાર્તિક આર્યન સાથે જોવા મળશે.




સારા વરૂણ ધવનની સાથે ફિલ્મ કુલી નંબર 1 ના રીમેકમાં પણ જોવા મળશે. સારા અલી ખાનનું હાલમાં ફિલ્મ અભિનેતા કાર્તિક આર્યન સાથે બ્રેક અપ થયુ છે. જો કે બંનેએ આ વિષય પર મૌન ધારણ કર્યું છે પરંતુ બંનેના બ્રેકઅપની વાતો સાચી હોવાનું માનવામાં આવી રહ્યું છે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)