બોલિવૂડ (Bollywood)ની ફેમસ એક્ટ્રેસ સારા અ (sara ali khan)લીખાને અનોખા અંદાજમાં ફેન્સને હોળીની શુભકામના પાઠવી હતી. સારાએ તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ખૂબ જ સુંદર દેખાઇ રહી છે. આ વીડિયોને સારાએ (Spotify India) સાથે કોલૈબોરેટ કર્યો છે. આ સાથે લોકોને #SpoityWaliHoli ટ્રેન્ડ ફોલો કરવાની અપીલ કરી છે.


વીડિયો શેર કરતા સારાએ લખ્યું કે, “આપ સૌને હોળીની શુભકામના Spoity India સાથે મારો આ પહેલા  વીડિયો  છે. આપ સૌને આ ટ્રેન્ડ ફોલો કરવા માટે આમંત્રિત કરૂં છું. આ ટ્રેન્ડને ફોલો કરો અને આપ પણ આપના મિત્રો સાથે આ વીડિયોને શેર કરો” સારોનો આ વીડિયો ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે.


ફેન્સે આપી પ્રતિક્રિયા


સારા અલીખાનના આ વીડિયો પર ફેન્સ જુદા જુદા રિએકશન આપી રહ્યાં છે.સારાએ ફેન્સને હોળીની શુભકામના આપવાની સાથે જોરદાર ડાન્સની પણ ઝલક દેખાડી હતી. એક યુઝરે લખ્યું કે, ‘સારા આપ બેસ્ટ ડાન્સર છો’એક યુઝરે લખ્યું કે, ‘હું આપની સ્માઇલનો ફેન્સ છું, આ જ રીતે અમને સૌને ઇન્ટરટેઇન કરતી રહે’  એક યુઝરે સારાની પ્રશંસા કરતા કહ્યું કે, ‘આપ બોલિવૂડની ખૂબસૂરત એક્ટ્રેસમાંની એક છો, આપની સુંદરતાને યથાવત રાખજો’ અત્યાર સુધીમાં આ વીડિયોને 2 લાખ 25 હજાર લોકો જોઇ ચૂક્યાં છે.



ઉલ્લેખનિય છે કે, આ વર્ષે કોરોનાની મહામારીના કારણે હોળીના રંગમાં ભંગ પડ્યો છે. હોળીમાં રંગોત્સવ મનાવવા પર રાજ્યોમાં પ્રતિબંધ લગાવી દેવાયો છે. સરકારની ગાઇડ લાઇન મુજબ હોલિકા દહન બાદ હોળીના સેલિબ્રેશન પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. ત્યારે હાલ સેલિબ્રિટી ગત વર્ષની હોળીના થ્રોબેક તસવીર, વીડિયો શેર કરીને રંગોત્સવની મોજમસ્તીની યાદ તાજા કરી રહ્યાં છે ત્યારે સારા અલી ખાને પણ હોળીની શુભકામના અનોખા અંદાજમાં આપતા ડાન્સનો વીડિયો શેર કર્યો છે.