ગાંધીનગરઃ  રાજ્યમાં કોરોના સંક્રમણમાં  સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં રેકોર્ડબ્રેક કોરોના વાયરસ (Coronavirus)ના કેસ નોંધાયા છે.  રવિવારે  2270 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના કોરોના (Corona)  સંક્રમણથી મૃત્યુ થયાં હતા અને1605 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.  રાજ્યમાં અત્યાર સુધી 2,84,846 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 11 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 11528 પર પહોંચ્યા છે. જેમાંથી 152 લોકો વેન્ટિલેટર પર અને 11376 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.68 ટકા પર પહોંચ્યો છે.


કેટલા લોકો છે હોમ ક્વોરન્ટાઈન


આ દરમિયાન રાજ્ય માટે ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. રાજ્યમાં હોમ ક્વોરન્ટાઈન દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જાણીતા ગુજરાતી અખબારના રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં હોમ ક્વોરન્ટાઈન દર્દીઓની સંખ્યા 95 હજાર જેટલી છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨,૨૭૦ કેસ નોંધાવવાની સાથે જ કુલ કેસનો આંક હવે ૩ લાખને પાર થયો છે.ગુજરાત દેશનું એવું ૧૨મું રાજ્ય છે જ્યાં કોરોનાના ૩ લાખથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે.ગુજરાતમાં ૨.૫૦ લાખથી ૨.૭૫ લાખ સુધી કેસ પહોંચવામાં ૬૧ દિવસ થયા હતા. પરંતુ ૨.૭૫ લાખથી ૩ લાખ કેસ માત્ર ૧૮ દિવસમાં પૂરા થયા છે.


રાજ્યમાં કોરોનાના કેસ 3 લાખને પાર


ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૩,૦૦,૦૮૬ પર પહોંચી છે. હાલમાં ૧૧,૫૨૮ એક્ટિવ કેસ છે અને ૪,૪૯૨ના કોરોનાથી મૃત્યુ થયા છે જ્યારે ૨,૮૪,૮૪૬ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલની સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ ૧૦ લાખની વસતીએ સરેરાશ ૪,૩૯૫ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે જ્યારે સુરત, વડોદરા બીજા સ્થાને છે. આમ, રાજ્યમાં કુલ કેસના ૨૩.૫૦% કેસ અમદાવાદ, ૨૦.૯૦% કેસ સુરત, ૧૧.૨૦% કેસ વડોદરા જ્યારે ૮.૭૦% રાજકોટમાંથી છે.


Surat Coronavirus Update: ગુજરાતમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત આ શહેરમાં બની ચોંકાવનારી ઘટના, કોરોનાના દર્દીએ લખાવ્યું ખોટું સરનામું ને......


રાશિફળ 29 માર્ચ:  આજે ધૂળેટી, જાણો કઈ જાતિના જાતકોને કેવો કલર ફળશે