સારાએ એક થ્રોબેક તસવીર શેર કરી છે. જેમાં તે ખૂબજ મોટી નજર આવી રહી છે. તેને ઓળખવું મુશ્કેલ બની જાય તેવી તસવીર છે. સોશિયલ મીડિયા યૂઝર્સ આ તસવીર પર કોમેન્ટ કરી રહ્યાં છે.
જે તસવીર સારાએ શેર કરી છે તેમાં તે માતા અમૃતા સિંહ સાથે નજર આવી રહી છે. આ તસવીર પર સોશિયલ મીડિયા યૂઝર્સની સાથે સાથે બોલિવૂડ સેલેબ્સ પણ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. સારાના આ ફોટો પર કથિત બોયફ્રેન્ડ કાર્તિક આર્યને પણ કોમેન્ટ કરી છે. કાર્તિકે કોમેન્ટ કરી કે, ‘આ યુવતી સારા જેવી લાગી રહી છે.’
આશીષ ચંચલાનીએ કોમેન્ટ કરીને લખ્યું કે, ‘માં કસમ , કયું ડાયડ પ્લાન કર્યું તમે મેમ.’ જ્યારે રાજ સિંહે અરોડાએ તેના ટ્રાન્સફોર્મેશનની પ્રશંસા કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે બૉલિવૂડમાં ડેબ્યૂ પહેલા સારા અલી ખાને ઘણું વજન ઘટાડ્યું છે.(સૌજન્ય-ઇન્સ્ટાગ્રામ)