અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ, વાસણા બેરેજના આઠ દરવાજા ખોલવામાં આવ્યા
abpasmita.in | 04 Sep 2019 09:15 PM (IST)
વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
અમદાવાદઃ શહેરના મોટાભાગના વિસ્તારોમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી છે. બાપુનગર, ઘોડાસર, નારણપુરા, નવરંગપુરા, નારોલ, હીરાવાડી, સનાથલ સર્કલ, ગોતા, ઘાટલોડિયા, સરખેજ, ઓઢવ, વટવા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જ્યારે શહેરના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શહેરમાં વરસાદ શરૂ થતાં વાસણા બેરેજના 8 દરવાજા ખોલવામાં આવ્યા છે. સાબરમતી નદીમાંથી 8 થી 15 હજાર ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે ગુજરાતમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. પાંચ દિવસમાં ગુજરાતના 27 જિલ્લામાં ભારે વરસાદ થશે. નવસારી, વલસાડ, દમણ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સુરત, ડાંગ, તાપી, વડોદરા, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, રાજકોટ, જામનગર, મોરબી, ખેડા, મહિસાગર, કચ્છ, પરોબંદર, દ્વારકા, અમદાવાદ, આણંદ સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થશે. હજી પણ ચોમાસાની સિઝનના 27 દિવસ બાકી છે ત્યારે રાજ્યમાં 100 ટકા વરસાદ પડી ગયો છે. અમરેલીઃ ધારીના છતડીયા ગામમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો, જાણો વિગતે