મુંબઇઃ બૉલીવુડની એક્ટ્રેસ સારા અલી ખાન હાલ સોશ્યલ મીડિયા પર જબરદસ્ત રીતે ટ્રૉલ થઇ રહી છે. લોકો તેને તેની ડ્રેસિંગ સ્ટાઇલને લઇને ટ્રૉલ કરી રહ્યાં છે, ખરેખરમાં સારાએ એક પૉસ્ટ શેર કરી છે જેમાં તે ફાટેલા પેન્ટ જેવી સ્ટાઇલ સાથે દેખાઇ રહી છે.

સારા અલી ખાનની આ તસવીર એટલી બધી વાયરલ થઇ છે કે, ફેન્સ તેને આડેહાથે લેવા લાગ્યા છે. તસવીરમાં સારા અલી ખાને પીળા કલરના ટૉપ સાથે ફાટેલુ પેન્ટ પહેર્યુ છે, સારાની પેન્ટની સ્ટાઇલ જોઇને ફેન્સ કૉમેન્ટ રહ્યાં છે કે પેન્ટના ખિસ્સામાં બૉમ્બ ફૂટ્યો લાગે છે. વળી કોઇ કહી રહ્યાં છે કે નવાબની છોકરી પાસે કપડાં નથી.


સારાની ડ્રેસિંગ સ્ટાઇલ ફેન્સને બિલકુલ પસંદ નથી આવી રહી, લોકો તેની મજાક ઉડાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, સારા હંમેશા પોતાની તસવીરો અને વીડિયો સોશ્યલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરતી રહે છે.