મુંબઇઃ બૉલીવુડની હૉટ હીરોઇનોમાં સામેલ થયેલી 23 વર્ષીય સારા અલી ખાને ફિલ્મોને લઇને મોટી વાત કહી છે. સારાએ કબુલ્યુ છે કે તે ફિલ્મોમાં બધુ જ કરવા તૈયાર છે. જો મને સંજય લીલા ભંસાળીની ફિલ્મોમાં કામ કરવાની તક મળે તો.

કેદારનાથ અને સિમ્બા જેવી ફિલ્મોમાં લોકોના દિલી જીતી લીધા બાદ હવે સારાએ કહ્યું કે, હું ફિલ્મોમાં બધુજ કરવા માંગુ છુ, હું સંજય લીલા ભંસાળી સાથે કોઇ પીરિયડ ફિલ્મ પર કામ કરવા માગુ છું, શહેરી જીવન પર બનતી ફિલ્મમાં કામ કરવા માંગુ છુ, હું રૉમેન્ટિક, કૉમેડી, કૉર્મશિયલ મસાલા ફિલ્મોમાં પણ કામ કરવા માંગુ છુ, એટલુ જ નહીં હું એક્શન અને થ્રિલર ફિલ્મોમાં પણ કામ કરવાનું પસંદ કરીશ.



સારા અલી ખાને કહ્યું કે આ પ્રૉફેશન આપણને બધુ કરવા અને યોગ્ય રીતે જિંદગી જીવવાની અનુમતિ આપે છે.