નવી દિલ્હીઃ પ્રિયંકા ચોપરા વધુમાં વધુ સમય પોતાનાથી મોટી ઉંમરના પતિ નિક જોનસ સાથે વિતાવવાનો પ્રયત્ન કરી રહી છે. બન્ને મોટેભાગે કોઈને કોઈ ઈવેન્ટ અથવા ડેટ પર જતા જોવા મળે છે. હાલમાં જ પ્રિયંકા અને નિકનો એક વીડિયો સામે આવ્યો છે. તેમાં પ્રિયંકા, જોનસ બ્રધરનું ગીત ‘સકર’ ગાતી જોવા મળી રહી છે. જોકે ગીત ગાતા સમયે પ્રિયંકા ઉપ્સ મૂમેન્ટનો ભોગ બની અને તેને પણ ખબર ન પડી.


વાયરલ વીડિયોમાં પ્રિયંકા, નિક સાથે ડાન્સ કરતી જોવા મળી. પ્રિયંકાએ બ્લેક એન્ડ વ્હાઈટ કલરનું વન પીસ પહેર્યું હતું. જોનસ બ્રધરનું સોન્ગ ગાતી વખતે પ્રિયંકાનો ડ્રેસ સાઈડમાંથી સરકી ગયો, જે અંદાજમાં તે મસ્તી કરી રહી છે. તેના પરથી લાગતું નથી કે તેના આ વિશે જાણ પણ હશે. તે ભલે આ વાતથી અજાણ હોય પરંતુ તેનો વીડિયો જબરદસ્ત વાયરલ થયો છે.

વીડિયો સામે આવ્યા બાદ યૂઝર્સ ડ્રેસને લઈને પ્રિયંકાને ટ્રોલ કરી રહ્યા છે. જો કે એક્ટ્રેસે આ અંગે કોઈ જવાબ આપ્યો નથી. થોડા દિવસ પહેલા નિકે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક વીડિયો શેર કર્યો હતો, જેમાં પ્રિયંકા તેના માટે પાસ્તા બનાવતી જોવા મળી. આ સિવાય એક શેફ પણ જોવા મળ્યા જે તેને કુકિંગ કરવામાં મદદ કરી રહ્યા હતા.