મુંબઈ એરપોર્ટ પર પોતાનો સામાન લઈ જાતે કાર સુધી પહોંચી આ એક્ટ્રેસ, વીડિયો વાયરલ
abpasmita.in | 06 Aug 2019 09:45 PM (IST)
ઘણી વખત તે સામાન્ય છોકરીઓની જેમ રસ્તા પર શોપિંગ કરતી જોવા મળે છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
મુંબઈ: સૈફ અલી ખાનની દિકરી સારા અલી ખાનને જોઈને ઘણી વખત લાગે છે કે તે બોલીવૂડ સ્ટાર્સની દિકરની નહી પરંતુ આમ નાગરિક જેવી છે. ઘણી વખત તે સામાન્ય છોકરીઓની જેમ રસ્તા પર શોપિંગ કરતી જોવા મળે છે તો ક્યારેક એમજ ફરતી જોવા મળે છે. આજે મુંબઈ એરપોર્ટ પર સારા અલી ખાનને જોઈ ફેન્સ તેના કાયલ થઈ ગયા હતા. સારા અલી ખાન આજે લખનઉથી પોતાનુ શૂટિંગ ખત્મ કરી મુંબઈ પહોંચી હતી. મુંબઈ એરપોર્ટ પરથી સારા અલી ખાન પોતાનો સામાન લઈને ગાડી સુધી પહોંચી હતી. સારાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સારાએ કેદાનરનાથ ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ અભિનેત્રી સિંબામાં રણવીર સિંહ સાથે જોવા મળી હતી. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. હાલ સારા ફિલ્મ લવ આજકાલ 2માં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે કાર્તિક આર્યન છે.