નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 ખતમ કર્યા બાદ આજે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. જેમાં સંપૂર્ણ બહુમતથી બિલ પાસ થયું હતું.  જેમાં બિલના સમર્થનમાં 351 અને વિરુદ્ધમાં 72 વોટ પડ્યા હતા.. જોકે મતદાનમાં યાંત્રિક ખામી સર્જાતા ફરીથી વોટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બિલના પક્ષમાં 370 અને વિરુદ્ધમાં 70 વોટ પડયા હતા.


ગૃહમાં વોટિંગ દરમિયાન 434  સભ્યો હાજર રહ્યા હતા. કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ બિલનું સમર્થન કર્યું હતુ. રાજ્યસભામાં સોમવારે આ બિલને મંજૂરી આપવામાં આવી હતી


લોકસભામાં અમિત શાહે કહ્યું, કાશ્મીર ભારતનું સ્વર્ગ હતું, સ્વર્ગ છે અને સ્વર્ગ રહેશે. વિપક્ષ લોકોને ગુમરાહ કરી રહી છે કે સરકાર 371ને પણ હટાવી લેશે. જોકે હું મહારાષ્ટ્ર અને નોર્થ ઇસ્ટના લોકોને આશ્વાત કરવા માંગુ છું કે સરકારનો 371 હટાવવાનો કોઈ ઇરાદો નથી.


ગુજરાતની જાણીતી ગાયિકાને કૃષ્ણ-રાધાને લઈ આ શબ્દ વાપરવો પડ્યો મોંઘો, લેવું પડ્યું પોલીસ શરણ, જાણો વિગતે

2003ના વર્લ્ડકપમાં ભારત સામે કેમ હાર્યું હતું પાકિસ્તાન ? શોએબ અખ્તરે હવે કર્યો ખુલાસો, જાણો શું કહ્યું