સામાજિક સેવા શાખા (એસએસબી)ના નીરિક્ષક સંધેશ રેવલેએ કહ્યું, ‘અમે પ્રિયા શર્મા નામની 29 વર્ષીય એક મહિલાની ધરપકડ કરી છે, જે આ રેકેટનું સંચાલન કરી રહી હતી અને એક લાખ રૂપિયાની કિંમત પર યુવતીઓ સપ્લાઈ કરતી હતી. આ સાથે જોડાયેલ ત્રણ વ્યક્તિ - આવેશ, વિનય અને કુલદીપ ફરાર છે જેની શોધખોળ ચાલુ છે, આ ત્રણેય દિલ્હીના રહેવાસી છે.
પોલીસ અનુસાર, શર્મા કાંદીવલી પૂર્વમાં વિનાયક વેકેશન્સ એન્ડ હોલીડેઝ નામની એક ટ્રાવેલ એજન્સી ચલાવતી હતી અને તેની આડમાં તે આ પ્રકારના અનૈતિક કાર્યોમાં સામેલ છે.
છોડાવવામાં આવેલ યુવતીઓમાંથી બે જૂનિયર આર્ટિસ્ટ છે જેમાંથી એક રિયાલિટી શો સાવધાન ઇન્ડિયામાં કામ કરી ચૂકી છે જ્યારે સગીરે એક વેબ સીરીઝમાં કામ કર્યું છે અને એક મરાઠી ટેલીવિઝન-સીરિયલમાં પણ તેણે નાની મોટી ભૂમિકા ભજવી છે.
અંધેરી પૂર્વમાં ડ્રેગનફ્લાય હોટલમાં એક નકલી ગ્રાહકની મદદથી આ રેડ પાડવામાં આવી હતી જે શર્મા સાથે યુવતીઓ સાથે વાતચીત કરી રહ્યો હતો ત્યારે જ એસએસબીની ટીમ ત્યાં પહોંચી અને તેને રંગે હાથ ઝડપી હતી.