કંગના રનૌતના રિયાલિટી શો 'લોક અપ'માં સ્પર્ધકો તેમના અંગત જીવનના રહસ્યો જાહેર કરી કરી રહ્યા છે. આ દરમિયાન કરણવીર સિંહ બોહરાએ પોતાના વિશે એવી વાત કહી કે બધા દંગ રહી ગયા. તેણે કહ્યું કે, તે માથાથી પગ સુધી દેવાદાર છે. આજે અમે તમને એવા કલાકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમના પર ઘણું દેવું હતું.
લોકઅપમાં કરણવીર બોહરાએ જણાવ્યું કે, વર્ષ 2015થી મેં જે પણ કામ કર્યું છે, તે મારી કમાણીની લોનની ચુકવણીમાં જાય છે. લોન ન ચૂકવવાને કારણે લોકો મને કોર્ટમાં પણ જવું પડ્યું હતું. હાલ મારી સામે 4-5 કેસ ચાલી રહ્યા છે. મને મારા પરિવાર માટે ખૂબ જ ખરાબ લાગે છે. હું મારા પરિવારને સારું જીવન આપી શકતો નથી. મારી જગ્યાએ બીજું કોઈ હોત તો તેણે પોતાનો જીવ આપી દીધો હોત. આ શો મારા માટે લાઈફલાઈન છે.
કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન સયંતની ઘોષ પણ આર્થિક સંકટ સામે ઝઝુમી હતી. તેમણે શોમાં તેમની જિંદગીના આ ખરાબ સમયને શેર કર્યો હતો. સયંતની ઘોષે કહ્યું કે, લોકડાઉનમાં તે લોનની EMI ચૂકવવા પણ સક્ષમ ન હતી. જેના કારણે સયંતની ઘોષ પર મોટો દેવુ થઇ ગયું હતું.અનેક ટીવી સિરિયલોમાં કામ કરી ચૂકેલા આશિષ પોતાની બીમારીને કારણે સાવ ગરીબ થઈ ગયો હતો. કિડની ફેલ થયા બાદ આશિષ રોયને હોસ્પિટલનો ખર્ચ પણ પરવડતો ન હતો. હોસ્પિટલના વધતા જતા બિલે આશિષ રોયને ખૂબ જ પરેશાન કરી દીધા હતા. જે બાદ આશિષ રોયે ઘરે જવાનું યોગ્ય માન્યું.જો કે ઘરે આવ્યાના થોડા સમય બાદ આશિષ રોયનું અવસાન થયું.
ટીવી એક્ટર મનમીત ગ્રેવાલે આર્થિક તંગીના કારણે આત્મહત્યા કરી લીધી હતી. લોકડાઉન દરમિયાન મનમીત ગ્રેવાલ દેવાદાર બની ગયો હતો. મનમીત ગ્રેવાલ તેની ઈએમઆઈનો ખર્ચ ઉઠાવવા પણ સક્ષમ ન હતા અને મનમીત ગ્રેવાલે આર્થિક સંકટથી કંટાળીને જિંદગી ટૂંકાવી દીધી.
બિગ બોસના ઘરમાં ખુલાસો થયો હતો કે અરહાન ખાને ઘણી લોન લીધી હતી.. બિગ બોસના ઘરમાં રશ્મિ દેસાઈએ પણ દાવો કર્યો હતો કે અરહાન ખાને તેની પાસેથી પણ લોન લીધી છે. અરહાને ક્યારેય રશ્મિ દેસાઈના પૈસા પરત કર્યા નથી. લોકડાઉનમાં આર્થિક સંકડામણને કારણે અરહાન ખાન તેના વતન શિફ્ટ થયો ગયો હતો.