Cryptocurrency News: આજે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સારો ઉછાળો આવ્યો છે. ગુરુવારે સવારે 10.32 વાગ્યા સુધીમાં, વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટ કેપ 4.72% વધીને $1.83 ટ્રિલિયન સુધી પહોંચી ગયું છે. સોલાના અને કાર્ડાનો (Cardano – ADA) નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. આજે એક એવો ક્રિપ્ટો કોઈન છે, જે 1000 ટકાથી વધુ ઉછળ્યો છે.


Coinmarketcap ના ડેટા અનુસાર, બુધવારે આ સમાચાર લખાયાના સમયે, Bitcoin 4.81% વધીને $41,063.10 પર ટ્રેડ કરી રહ્યું હતું, જ્યારે Ethereum ની કિંમત છેલ્લા 24 કલાકમાં 5.51% વધીને $2,765.00 પર હતી. . બિટકોઈન પ્રભુત્વ આજે 42.7% છે. ઇથેરિયમનું માર્કેટ વર્ચસ્વ સહેજ વધીને 18.2% થયું છે.


કયા ક્રિપ્ટોની શું સ્થિતિ છે?


- એવલોન્ચ (Avalanche) - કિંમત: $76.14, ઉછાળો: 10.77%


- સોલાના (Solana – SOL) - કિંમત: $88.59, ઉછાળો: 8.09%


- કાર્ડાનો (Cardano – ADA) - કિંમત: $0.8537, ઉછાળો: 7.12%


- ડોજેકોઈન Dogecoin (DOGE) - કિંમત: $0.1185, ઉછાળો: 5.12%


- શિબા ઇનુ (Shiba Inu) - કિંમત: $0.00002266, ઉછાળો: 4.40%


- એક્સઆરપી (XRP) - કિંમત: $0.7944, ડાઉન: 4.32%


- બીએનબી (BNB) - કિંમત: $384.96, ઉછાળો: 4.24%


- ટેરા લુના (Terra – LUNA) - કિંમત: $88.96, ઉછાળો: 1.49%


સૌથી વધુ આ ક્રિપ્ટોમાં ઉછાળો


છેલ્લા 24 કલાકમાં ત્રણ ક્રિપ્ટોમાં સૌથી વધુ ઉછાળો આવ્યો જેમાં CatBoy, Egoras Credit (EGC) અને FaithfulDoge (FDoge) નો સમાવેશ થાય છે. છેલ્લા 24 કલાકમાં CatBoy નો કોઈન 1013.16% વધ્યો છે, જ્યારે Egoras Credit (EGC) નો કોઈન 246.83% વધ્યો છે. આ સિવાય FaithfulDoge (FDoge) માં 240.27%નો ઉછાળો જોવા મળ્યો હતો.


આ પણ વાંચોઃ 


આ વિદેશી કંપની ભારતમાં 60,000 કર્મચારીઓની ભરતી કરશે, HDFC બેંકે 21503 લોકોને નોકરી આપી