ગુજરાતી એક્ટરના બર્થડે પર ગૂગલે બનાવ્યું ડૂડલ, જાણો પ્રથમ ફિલ્મ માટે કેટલી મળી હતી ફી
ફારુક શેખને ઘોડા ઉછેરનો ભારે શોખ હતો. તેમણે આમરોલીમાં ઘોડા ઉછેર માટે તબેલો બનાવ્યો હતો. આ ઉપરાંત તેમને ઘોડાની રેસના ભારે શોખ હતો. ફારૂક શેખ દ્વારા યોજાયેલી એક રેસમાં બે ઘોડાના મોત પણ થયા હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ ફિલ્મ જગતના જાણીતા કલાકાર ફારુક શેખનો આજે 70મો બર્થ ડે છે. ગુજરાતના નસવાડીથી પાંચ કિમી દુર આવેલ આમરોલી ગામમાં ફારૂક શેખનો જન્મ 25 માર્ચ 1948ના રોજ થયો હતો. 1973માં ફિલ્મ ગર્મ હવાથી બોલીવુડમાં પ્રથમ બ્રેક મળ્યો હતો. આ ફિલ્મ માટે તેને 750 રૂપિયા ફી મળી હતી. ફારુકના ફેન્સને તેની સૌથી વધારે એક્ટિંગ ઉમરાવ જાનના સુલ્તાનની ગમી હતી. સર્ચ એન્જિન ગૂગલ દ્વારા આજે તેમની યાદમાં ડૂડલ બનાવવામાં આવ્યું છે.
ગુજરાતી એક્ટર ફારુક શેખનું પણ 65 વર્ષની વયે 27 ડિસેમ્બર 2013ના રોજ દુબઈમાં જ હાર્ટ અટેક આવવાથી મોત થયું હતું અને તેમની બોડી પણ 3 દિવસે ભારત આવી હતી. ઉલ્લેખનીય છે કે ગત મહિને દુબઈમાં પણ શ્રીદેવીનું બાથટબમાં ડૂબી જવાથી મોત થયું હતું અને 68 કલાકે તેનો પાર્થિવ દેહ ભારત આવ્યો હતો.
શેખ આમરોલી ગામે વર્ષમાં એક બે વાર જરૂર આવતા અને તેમના કાકાના ઘરે રોકાતા હતા. તેઓના કાકા હયાત નથી પરંતુ તેમના કાકાના દિકરા ત્યાં રહે છે અને તેમના ઘરે જ તેઓ રોકાતા હતા.
ફારુક શેખ જેટલા સારા એક્ટર હતા તેટલા જ સારા ક્રિકેટર પણ હતા. કરિયર તરીકે તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પસંદગી કરી પરંતુ ક્રિકેટ પર પણ ધ્યાન આપ્યું. તે સમયે ભારતના જાણીતા ક્રિકેટર વીનુ માંકડ દર વર્ષે માત્ર બે જ ક્રિકેટરને કોચિંગ આપતા હતા. જેમાંથી એક ફારુક શેખ હતા.
આમરોલીમાં જ ફરુક બાળપણ પણ ત્યાંજ વિત્યું હતું. આમરોલીની વસતી માંડ પંદરસો લોકોની હતી. સમય જતાં ફારૂક શેખના પિતા મુસ્તફાભાઇ કુટુંબ સાથે ધંધાર્થે મુંબઇ પહોંચ્યા હતાં. જ્યાં ફારૂક શેખ અભ્યાસ સાથે શાળામાં અને કોલેજમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ સામેલ થતા હતાં.
નાટકોમાં ફારૂક શેખની વિશેષ રૂચી હતી. તેમનો આ શોખ ધીરેધીરે કલાકારનાં રૂપમાં ઉભરાવા લાગ્યો અને નાટકોનાં સ્ટેજ શો સાથે ફિલ્મી લાઇનમાં તેમણે પર્દાપણ કર્યું. 'નુરી', 'ચશ્મેબદુર', 'ઉમરાવજાન', જેવી ફિલ્મોમાં તેમનો યાદગાર રોલ જોવા મળ્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -