✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વલસાડ હાઈપ્રોફાઈલ કેસ: પ્રિયા ક્લબ-પબ લાઈફની શોખીન, જાણો કઈ રીતે ઉડાવતી પૈસા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Mar 2018 12:41 PM (IST)
1

2

3

4

5

6

પ્રિયાના પિતા કીર્તિભાઈની તબિયત ખરાબ હોવાથી તે વાપી હોસ્પિટલમાં તેના પિતાને મળવા ગઈ હતી. હોસ્પિટલમાંથી તે ચાવી લઈને તેના ઘરે પહોંચી ગઈ હતી. પ્રિયા તેના ઘરેથી રોકડા રૂપિયા 98 લાખ લઈ મુંબઈ પ્રેમી પાસે ભાગી ગઈ હતી.

7

સલમાન શેખ વિદેશમાં જઈને વૈભવી શોખ કરતો હતો જેની એની સોશિયલ મીડિયામાં રહેલી તસવીરો પરથી જોતા લાગે છે. આ ઉપરાંત ઘણી તસવીરોમાં સલમાનના હાથમાં વાઈનનો ગ્લાસ છે તેવું લાગી રહ્યું છે. જ્યારે બીજી એક તસવીરમાં હુક્કો પીતો હોય તેવી તસવીર છે.

8

મુંબઇની કોલેજમાં અભ્યાસ કરતી પ્રિયાને ક્લબ અને પબ લાઇફ સ્ટાઇલથી ટેવાય ગઈ હતી. આ દરમિયાન તેની સલીમ ઉર્ફે સલમાન શેખ સાથે મુલાકાત થઈ હતી અને મિત્રતા થઈ ગઈ હતી. ધીમે ધીમે બન્ને વચ્ચેની મિત્રતા પ્રેમમાં પરણમી હતી. સલમાને પ્રિયાને બોલિવૂડ જેવી લાઈફ સ્ટાઈલ બતાવી હતી. સલમાન શેખ પાસે જે પાસપોર્ટ મળી આવ્યો છે એમાં થોડા જ વર્ષમાં 13 વિદેશી યાત્રા કરી હોવાનું જાણવા મળ્યું છે.

9

નવેમ્બર 2017માં પ્રિયા અને પ્રશાંતના ધામધૂમથી લગ્ન થયા હતા. લગ્ન પહેલાં હાઈ પ્રોફાઈલ પ્રિ-વેડિંગ ફોટોશૂટ પણ કરાવ્યું હતું. જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં મૂકવામાં આવી હતી. લગ્ન બાદ હનિમૂન માટે વિદેશ પણ ગયા હતા તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં જોવા મળી હતી.

10

વાપીના ચલામાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા કીર્તિભાઈ કટારિયાની પુત્રી પ્રિયા પરિવાર સાથે ખુશીથી રહેતી હતી અને પરિવાર પણ સુખીસંપન્ન હોવાથી લક્ઝુરિયસ લાઈફ જીવતી હતી. આ દરમિયાન તેના લગ્ન ચાર માસ અગાઉ નવેમ્બર 2017માં વલસાડના તિથલ રોડ પર પ્રમુખ પાર્કના મૈયા બંગલોમાં રહેતા પ્રશાંત કરશન ભાનુશાલી સાથે થયા હતા.

11

વલસાડના તિથલરોડ પર પ્રમુખપાર્કના મૈયા બંગલોમાં રહેતા પ્રશાંત કરશન ભાનુશાલી સાથે પ્રિયાના લગ્ન થયા હતા. પ્રશાંત ધોરણ 12 સુધી જ અભ્યાસ કર્યો છે અને બિલ્ડર પિતાને વેપારમાં મદદ કરે છે. જ્યારે પ્રિયા મુંબઈની સોમૈયા કોલેજમાં સાયકોલોજી વિષયમાં અભ્યાસ કર્યો છે.

12

મુંબઇની સોમૈયા કોલેજમાં અભ્યાસ કરતી પ્રિયાને મુંબઇની કલબ અને પબ લાઈફ સ્ટાઈલથી ટેવાય ગઈ હતી. જ્યાં બહુ પૈસા ઉડાવતી હતી. બીજીતરફ વલસાડમાં પ્રિયાને સમગ્ર જીવન બંધનવાળું લાગી રહ્યું હતું. સલમાને પ્રિયાને મુંબઈની બોલિવૂડની લાઈફ સ્ટાઈલ બતાવી હોય તેના દિમાગમાં હાઈ ફાઈ લાઈફ જીવન જીવવાના સપના જોયા કરતી હતી. કદાચ આ કારણોસર જ પ્રિયા 98 લાખ જેટલી માતબર રકમ એક જ ઝાટકે લઈ સલમાન સાથે ભાગી જવા તૈયાર થઈ હોવાનું પણ ચર્ચાય રહ્યું છે.

13

વલસાડઃ કચ્છી પરિણીતા મુંબઈના યુવાન સાથે વિદેશ ભાગી રહી હોવાની બાતમીના પગલે પોલીસે સોમવારે બંનેને એરપોર્ટ પરથી પકડીને પરત વાપી પરત લાવી આવી હતી. આ હાઇ પ્રોફાઇલ કેસમાં નવા-નવા વળાંક આવી રહ્યા છે. જેમાં એક વાત બહાર આવી છે કે, પરિણીતાને બોલિવૂડ જેવી લાઈફ સ્ટાઈલ જીવવી હતી. જેથી 98 લાખ રૂપિયા લઈને વિધર્મી યુવક પાસે મુંબઈ ભાગી ગઈ હતી. જોકે તેના ફેસબુક પજ પરથી ઘણાં ફોટો જોતા એવું લાગી રહ્યું છે તે તે પોતે એક લક્ઝુરિયસ લાઈફ જીવતી હતી.

  • હોમ
  • ગુજરાત
  • વલસાડ હાઈપ્રોફાઈલ કેસ: પ્રિયા ક્લબ-પબ લાઈફની શોખીન, જાણો કઈ રીતે ઉડાવતી પૈસા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.