કપૂર સિસ્ટર્સના WhatsApp ગ્રુપમાં સોનમ-કરીના કરે છે આ કામ, સોનમ કપૂરે કર્યો ખુલાસો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, સોનમ કપૂર કાન્સથી પરત ફર્યા બાદ વીરે દી વેડિંગના પ્રમૉશનમાં બીઝી છે, આ પછી તે 'એક લડકી કો દેખા' ફિલ્મમાં કામ કરશે.
સોનમ કપૂરે જણાવ્યુ કે, અમારી મિત્રતા WhatsApp પર પણ ખુબ ચાલે છે. કરીના, કરિશ્મા, રિયા અને મે એક કપૂર સિસ્ટર્સના નામથી ગ્રુપ બનાવ્યું છે. જ્યાં અમે એકબીજાની તસવીરો શેર કરીએ છીએ.
સોનમે કહ્યું, કરીના અને મારામાં એક વાત કૉમને છે કે અમે બન્ને ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી છીએ, એટલા માટે અમને મીડિયામાં ફેલાયેલી અફવાઓનો જવાબ આપવાનું સારી રીતે આવડે છે.
આ બધા સવાલોના જવાબ આપતા સોનમ કપૂરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, આ બધી વાતો ખોટી છે. બેબોને હું પહેલાથી જાણું છું. અમે પહેલા પણ સારા ફ્રેન્ડ હતા અને હંમેશા રહીશું.
થોડાક દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે, બૉલીવુડ દીવા કરીના કપૂર અને સોનમની વચ્ચે વીરે દી વેડિંગના શૂટિંગ દરમિયાન ફેશનને લઇને કૉમ્પિટીશન હતી. આનું કારણ બન્ને એક્ટ્રેસનો સ્ટારડમ બતાવવામાં આવ્યું.
મુંબઇઃ સોનમ કપૂર પહેલી વાર કરીનાની સાથે 1લી જૂને રિલીઝ થઇ રહેલી ફિલ્મ વીરે દી વેડિંગમાં સાથે ધમાલ મચાવવા આવી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -