વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે દીપિકા પાદૂકોણ અને તેના પિતા એરપોર્ટમાં એન્ટર થાય છે તેવું પાછળથી કોઈએ અવાજ આવ્યો અને દીપિકા પાસે આઈડી માગ્યું હતું. દીપિકા જેવી ખબર પડે છે કે, ગાર્ડ તેનું આઈકાર્ડ માગી રહ્યો છે તો તે પાછળ ફરીને વિનમ્રતાથી પૂછે છે, ‘જોઈએ?’ અને પછી તરત આઈડી કાઢીને ગાર્ડને બતાવે છે.
સોશિયલ મીડિયા પર દીપિકાના આ વર્તનને લઈને મિશ્ર રિએક્શન મળી રહ્યા છે. જોકે સિક્યોરિટી ગાર્ડની પણ પ્રશંસા કરવામાં આવી રહી છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.