શમી મેચની અંતિમ ઓવરના હેટ્રિક લીધી હતી. જેની સાથે જ તે વર્તમાન વર્લ્ડકપમાં હેટ્રિક લેનારો પ્રથમ બોલર બન્યો હતો. મોહમ્મદ શમીએ 50મી ઓવરના ત્રીજા, ચોથા અને પાંચમા બોલે અનુક્રમે નાબી, આલમ અને રહેમાનને આઉટ કરીને હેટ્રિક ઝડપી હતી. નાબી લોન્ગ-ઓન પર કેચ આઉટ થયો હતો. જયારે આલમ અને રહેમાન બોલ્ડ થયા હતા.
વર્લ્ડકપના ઈતિહાસમાં હેટ્રિક લેનારો શમી ભારતનો બીજો બોલર બન્યો હતો. આ પહેલા ભારત માટે ચેતન શર્માએ 1987ના વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હેટ્રિક લીધી હતી. વર્લ્ડકપમાં હેટ્રિક લેનારો તે ક્રિકેટ વિશ્વનો 10મો બોલર બન્યો હતો.
વર્લ્ડકપ 2019 : અફઘાનિસ્તાન સામે ભારતનો 11 રને રોમાંચક વિજય, શમીની હેટ્રિક
INDvAFG: 15 વર્ષમાં માત્ર બીજી વખત એમએસ ધોની સાથે થયું આમ, જાણો વિગત