પીઢ અભિનેત્રી શબાના આઝમી કાર અકસ્માતમાં ગંભીર રીતે થઈ ઇજાગ્રસ્ત, જુઓ તસવીરો
હોસ્પિટલ બહાર જાવેદ અખ્તર.
અકસ્માત બાદ કારની આવી હાલત થઈ હતી.
જાવેદ અખ્તરનો 75મો બર્થ ડે 17 જાન્યુઆરી, શુક્રવારે મુંબઈના બાંદ્રા સ્થિત તાજ લેંડ્સ હોટલમાં સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. જ્યાં શબાના આઝમી અને જાવેદ અખ્તરે બોલિવૂડના મોટા સ્ટાર્સને હોસ્ટ કર્યા હતા. આ પાર્ટીમાં શાહરૂખ ખાન, ગૌરી ખાન, દીપિકા પાદુકોણ, કેટરીના કૈફ, કરણ જોહર જેવી સેલિબ્રિટી સામેલ થઈ હતી. આ પહેલા 16 જાન્યુઆરીએ શબાના અને જાવેદે તેમના જૂહુ સ્થિત બંગલે જન્મદિવસ ઉજવ્યો હતો. રેટ્રો થીમ પર યોજાયેલા બર્થ ડેમાં અનેક ફિલ્મી સિતારા જુના લુકમાં આવ્યા હતા. શબાના અને જાવેદે પણ રેટ્રો લુક ધારણ કર્યો હતો.
મુંબઈઃ બોલિવૂડની જાણીતી અભિનેત્રી શબાના આઝમી મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ખાલપુર ટોલનાક પાસે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ દુર્ઘટના આજે સાંજે 4 વાગ્યા આસપાસ બની હતી. શબાના જે કારમાં સવાર હતી તે કાર આગળ જઈ રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં શબાના ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
અકસ્માતમાં કાર ડ્રાઇવરને પણ ગંભીર ઈજા પહોંચી છે. જાવેદ અખ્તર પણ તેમની સાથે હતા. દુર્ઘટના બાદ તેઓ શબાના સાથે એમ્બ્યુલન્સમાં જતા જોવા મળ્યા હતા.