પતિ સાથે દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનો બોલ્ડ અંદાજ, આ તસવીરો ચોક્કસ તમે નહીં જોઈ હોય
પ્રિયંકાના મેરેજ ગયા વર્ષે ડિસેમ્બરમાં થયા હતા. ત્યાર બાદ બન્ને અલગ-અલગ જગ્યાઓ પર રજાઓ અને હનિમૂન પર જઈને લાઈફ એન્જોય કરી રહ્યા છે.
પ્રિંયંકાની તમામ તસવીરમાં સાફ-સાફ દેખાય છે કે, તે મેરેજ બાદ પોતાની પર્સનલ લાઈફમાં કેટલી ખુશ છે.
પ્રિયંકા તેની લાઈફમાં ઘણી વખત વિવાદમાં આવી છે પણ તેણે વિવાદોને બાજુએ રાખીને પોતાની લાઈફને એન્જોય કરવાનું શીખી લીધું છે.
પ્રિયંકાના હમણાં કેટલાક ફોટોગ્રાફ્સ સામે આવ્યા છે જેમાં તે પતિ નિક જોનાસ સાથે બીચ પર મજા કરતી દેખાઈ રહી છે. આ ફોટોગ્રાફ્સમાં પ્રિયંકા બિકીનીમાં છે અને એકદમ બોલ્ડ લાગી રહી છે.
પ્રિયંકા ચોપરાના મેરેજ બાદ તે ઈન્ડિયા કરતા અમેરિકામાં વધુ સમય વિતાવી રહી છે અને તેના સોશિયલ મીડિયા પર શેર થતાં ફોટોગ્રાફ્સ જોઈને લાગે છે કે તે મેરેજ બાદ ઘણી ખુશ છે.
પ્રિયંકા જે બીચ પર એન્જોય કરી રહી છે તે દક્ષિણ ફ્લોરિડામાં આવેલો મિયામી બીચ છે. પ્રિયંકાની સાથે કેવિન અને સોફી ટર્નર પણ એન્જોય કરી રહ્યા છે.
હાલમાં એક ઈન્ટર્વ્યુમાં પ્રિયંકાના પતિ અને અમેરિકન પોપ સિંગર નિકે જણાવ્યું હતું કે, તે પોતે અને પ્રિયંકા બનતી તમામ કોશિશો કરીને એકબીજાનો ખ્યાલ રાખે છે. નિકે કહ્યું હતું કે, લગ્ન બાદ અમે લાઈફમાં ઘણો રસ લઈ રહ્યા છીએ. નિકને લાગે છે કે તેની લાઈફ પાર્ટનર પ્રિયંકા એક ગજબ મહિલા છે.
મુંબઈ: દેશી ગર્લ તરીકે બોલિવૂડમાં એન્ટ્રી મારનારી પ્રિયંકા ચોપરા વિદેશી બની ગઈ છે. પ્રિયંકાએ લગ્ન પણ વિદેશી છોકરા સાથે જ કરી લીધા છે. હવે તે તેના ફોટોગ્રાફ્સમાં એકદમ અમેરિકન સેલિબ્સની સ્ટાઈલમાં જોવા મળી રહે છે.