અંબાણી પરિવારે પુત્રી ઈશાની સગાઈની આપી Party, અનિલ અંબાણી સહિત કયા કયા મહેમાનો ઉમટ્યા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પાર્ટીમાં બોલિવૂડના અનેક સેલેબ્સ પણ જોવા મળ્યાં હતાં. નીતા અંબાણીએ તમામ મહેમાનોનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જેમાં આમિર ખાન, શાહરૂખ ખાન-ગૌરી ખાન, કરન જોહર, સચિન તેંડુલકર, અયાન મુખર્જી, રણબિર કપૂર સહિતના સેલેબ્સ આવ્યા હતાં.
ઈશા અંબાણી બિઝનેસમેન આનંદ પિરામલ સાથે લગ્ન કરવાની છે. આ બંનેના ગોળ ધાણા એન્ટેલિયામાં રાખવામાં આવ્યા હતાં અને સાથે પાર્ટી પણ આપવામાં આવી હતી.
ઈશા અને આનંદના લગ્ન ડિસેમ્બરમાં યોજાવાના છે. આનંદ અને ઈશા લાંબા સમયથી સારા મિત્રો છે. જ્યારે બંને પરિવારો પણ એકબીજાને ઘણી સારી રીતે ઓળખે છે. બંને પરિવારની મિત્રતા લગભગ 4 દશક જૂની છે અને હવે તેઓ તેમની મિત્રતાને સંબંધમાં ફેરવાઈ ગઈ છે.
આ ભવ્ય પાર્ટીમાં સૌથી મહત્વની વાત એ છે કે, મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીને આશીર્વાદ આપવા માટે તેના કાકા અનિલ અંબાણી સહપરિવાર સાથે આવ્યા હતા અને ભત્રીજી ઈશાને આશીર્વાદ આપ્યા હતા.
મુંબઈ: દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી પિરામલ પરિવારની વહુ બનવા જઈ રહી છે ત્યારે નીતા અંબાણીએ મુંબઈ સ્થિત એન્ટિલિયામાં એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા નજીકના મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -