રાજ બબ્બરના પુત્રએ રિસેપ્શન પાર્ટીમાં પત્ની સાન્યાને કરી KISS, સામે આવી આવી તસવીરો
લગ્ન બાદ આ કપલે મુંબઈમાં સેલેબ્સ માટે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રતિક બબ્બરની પત્ની સાન્યા સાગર રાજકારણી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેના પિતા પવન સાગર બહુજન સમાજ પાર્ટીના લીડર છે.
રિસેપ્શન પાર્ટીમાં પ્રતિક અને સાન્યાએ એક જ ગાડીમાં જબરદસ્ત એન્ટ્રી મારી હતી. સાન્યા સાગર લેખક અને પ્રોડ્યુસર છે. જ્યારે પ્રતિક બબ્બર રાજ બબ્બર અને સ્મિતા પાટીલનો પુત્ર છે.
આ થીમ પ્રમાણે પ્રતિક અને સાન્યા બ્લેક આઉટફિટ્સમાં બહુ જ અલગ જોવા મળ્યા હતાં. સોશિયલ મીડિયા પર તેની આ તસવીર અને કેમિસ્ટ્રીને બહુ જ પસંદ કરવામાં આવી રહી છે.
આ રિસેપ્શન પાર્ટીથી પ્રતિક બબ્બર અને તેની પત્ની એક બીજા સાથે લિપલોક કરીને બધાંની હાજરીમાં પોતાનો પ્રેમ જાહેર કરી દીધો હતો. આ રિસેપ્શન પાર્ટીની થીમ બિલકુલ અલગ જ હતી.
લખનઉમાં બોલિવૂડ અભિનેતા પ્રતિક બબ્બર 23 જાન્યુઆરીએ સાન્યા સાગર સાથે લગ્નગ્રંથીથી જોડાયો હતો. બન્નેએ પરિવાર અને નજીકના લોકોની હાજરીમાં લગ્ન કર્યા હતાં. ત્યાર બાદ શુક્રવારે આ નવા કપલના એક ગ્રાન્ડ રિસેપ્શન હોસ્ટ કર્યું હતું. પ્રતિક અને સાન્યા લગ્ન પહેલા પોતાના રિલેશનને કારણે ચર્ચામાં રહ્યા હતાં. આ રિસેપ્શનમાં પણ બન્ને પોતાની હોટ કેમિસ્ટ્રીને લઈને બહુ જ ચર્ચા ચાલી રહી છે.