મોદીના બાળપણ પર આધારિત ફિલ્મ ‘ચલો જીતે હૈ’ના સ્ક્રિનિંગમાં કઈ-કઈ હસ્તીઓ આવી, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિલ્મમાં બાળકના પાત્રનું નામ ‘નારુ’ છે. ફિલ્મનું શૂટિંગ ગુજરાતના એ જ રેલવે સ્ટેશન પર થયું છે, જ્યાં એક સમયે PM મોદી બાળપણમાં ચા વેચતા હતા.
નોંધનીય છે કે આ શોર્ટ ફિલ્મનું રાષ્ટ્રપતિ ભવનમાં પણ સ્ક્રિનિંગ યોજવામાં આવ્યું હતું. 32 મીનિટની આ ફિલ્મમાં ચા વેચવાથી લઈને પીએમ મોદીને જીવનમાં આગળ વધવાની પ્રેરણા ક્યાંથી મળી તે અંગેની વાત રજૂ કરવામાં આવી છે.
32 મીનિટની આ ફિલ્મને મંગેશ હડાવલેએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મને મહાવીર જૈન તથા ભૂષણ કુમારે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં પીએમ મોદીના નાનપણના સંઘર્ષને બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મ 29 જુલાઈએ હોટસ્ટાર પર રીલિઝ થઈ રહી છે.
‘ચલો જીતે હૈં’ના સ્ક્રિનિંગ મુંબઈમાં યોજવામાં આવ્યું હતું. આ સ્ક્રિનિંગમાં અક્ષય કુમાર, સચિન તેંડુલકર, સંજય ખાન, અમિષા પટેલ, મધુર ભંડારકર, ગુલશન ગ્રોવર, અમિત શાહ, બિઝનેસમેન મુકેશ અંબાણી, રાહુલ મહાજન, મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ, ગુરમીત ચૌધરી-દેબિના, સહિતના સેલેબ્સે હાજરી આપી હતી.
મુંબઈઃ પીએમ નરેન્દ્ર મોદીના નાનપણ પર આધારિત શોર્ટ ફિલ્મ ‘ચલો જીતે હૈં’નું સ્પેશ્યિલ સ્ક્રિનિંગ મુંબઈમાં યોજાયું હતું. આ સ્ક્રિનિંગમાં બોલિવૂડ સ્ટાર્સથી લઈ રાજકારણીઓ, બિઝનેસમેન તથા ક્રિકેટર્સ પહોંચ્યા હતાં. આ સ્ક્રિનિંગમાં મુકેશ અંબાણી, અક્ષય કુમાર, ગૌતમ સિંઘાનીયા, અમિત શાહ સહિતના દિગ્ગજો સામેલ થયા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -