દીપિકાએ શરૂ કરી રણવીર સાથે લગ્નની તૈયારી, આ તસવીરો છે પુરાવો
રણવીર અને દીપિકા ફિલ્મ ‘ગોલિયાં કી રાસલીલા રામલીલા’ના શૂટિંગ દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા. એક મીડિયા સાથેની વાતચીતમાં દીપિકાએ કહ્યું હતું કે, ‘જ્યારે અમે બંને સાથે હોઈએ છીએ ત્યારે કોઈની જરૂર હોતી નથી.’
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘એકબીજાની હાજરીમાં અમે શાંતિનો અનુભવ કરીએ છીએ. ક્યારેક અમાર વચ્ચે સમજદારીની વાતો થાય છે, ક્યારેક બાળકો જેવી વાતો કરીએ છીઓ તો ક્યારેય ફિલ્મી સંવાદોમાં રહેવાનું પસંદ કરીએ છીએ.’
દીપિકા લગ્નના શોપિંગ માટે પહોંચી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. દીપિકા અહીંયા માતા સાથે ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી હતી.
મેકઅપ વગર પણ દીપિકા સુંદર લાગતી હતી.
બુધવારે દીપિકા પાદૂકોણ તેની માતા ઉજ્જવલા સાથે બેંગલોરમાં શોપિંગ કરતાં જોવા મળી હતી. આ બંને જ્યારે શોપિંગ બાદ એક સ્ટોરમાંથી નીકળી રહ્યા હતા ત્યારે કેમેરામાં ક્લિક કરી લેવાયા હતા.
આશરે એક મહિના પહેલા દીપિકાને ફેમિલી સાથે એક ડિઝાઇનરના ત્યાં જોવા મળી હતી. ચાલુ વર્ષના અંત સુધીમાં દીપિકા રણવીર સિંહ સાથે પરણી જશે તેમ કહેવામાં આવી રહ્યું છે.
મુંબઈઃ અભિનેત્રી દીપિકા પાદૂકોણ અને રણવીર સિંહ આશરે ચાર વર્ષથી એકબીજા સાથે કમિટેડ રિલેશનશિપમાં છે. આ દરમિયાન કેટલીક એવી તસવીરો જોવા મળી જેનાથી બંને ઝડપથી સાત ફેરા લેવાના હોવાનું નક્કી થઈ ગયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -