✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ફિલ્મ ‘રઈસ’ રિલીઝ પહેલા વિવાદોમાં, જાણો શાહરૂખ સહિત ક્યાં 6 વ્યક્તિઓ પર નોંધાઈ ફરિયાદ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Dec 2016 08:19 AM (IST)
 ફિલ્મ ‘રઈસ’ રિલીઝ પહેલા વિવાદોમાં, જાણો શાહરૂખ સહિત ક્યાં 6 વ્યક્તિઓ પર નોંધાઈ ફરિયાદ
1

દીવાની કોર્ટના અધિવક્તા સૈયદ શહંશાહ હસૈન રિજવીએ ફિલ્મના એક સીનની વાત કરતા આરોપ લગાવ્યો છે કે ફિલ્મમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી છે. ફરિયાદ શુક્રવારે અપર સિવિલ જજ સીનિયર ડિવીઝન ઘનંજય મિશ્રની કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.

2

3

શાહરૂખ ખાનની સિવાય ફિલ્મ નિર્માતા, શાહરૂખની પત્ની ગૌરી ખાન, ફરહાન અખ્તર, રિતેશ સિંધવાની, નિર્દેશક રાહુલ ઢોલકિયા અને કેંદ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડના અધ્યક્ષ પ્રહલાજ નિહલાની ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોર્ટે ફરિયાદ દાખલ કરતા તમામ 6 વ્યક્તિઓને 19 ડિસેમ્બર સુધીમાં પોતાનો જવાબ રજૂ કરવા સમય આપ્યો છે.

4

ફિલ્મ 16 જાન્યુઆરીએ રિલીઝ થનારી છે. ત્યારે આરોપ લગાવવામાં આવ્યો છે કે ફિલ્મમાં શિયા સમુદાયના પવિત્ર અલમ એ મુબારકના જૂલૂસ ઉપરથી અભિનેતાને કૂદતો દેખાડવામાં આવ્યો છે. ફિલ્મના આ વિવાદિત દ્દશ્ય હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

5

મુંબઈ: ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ રઈશ રિલીઝ થયા પહેલા વિવાદોમાં ફસાઈ ગઈ છે. ફિલ્મમાં એક સીનને લઈને જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે. યૂપીના જોનપુરની કોર્ટમાં એક અરજી દાખલ કરતા ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાન, તેની પત્ની ગૌરી સહિત 6 લોકો વિરુદ્ધ શુક્રવારે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

  • હોમ
  • મનોરંજન
  • ફિલ્મ ‘રઈસ’ રિલીઝ પહેલા વિવાદોમાં, જાણો શાહરૂખ સહિત ક્યાં 6 વ્યક્તિઓ પર નોંધાઈ ફરિયાદ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.