શાહિદે 9 મેના રોજ ટ્વિટર પર માહિતી આપતાં જણાવ્યું હતું કે, ‘આજથી 7 દિવસ પછી હું મારું પહેલું અને એકમાત્ર વેક્સ ફિગરનું અનાવરણ સિંગાપોર મેડમ તુસાદ મ્યુઝિયમમાં કરીશ.’
થોડા સમય પહેલાં મેડમ તુસાદ મ્યુઝિયમમાં દીપિકા, મહેશ બાબુ, પ્રિયંકા ચોપરા અને દિલજિત દોસાંજના વેક્સ સ્ટેચ્યૂ મુકાયાં હતાં. મહેશ બાબુનું વેક્સ ફિગર સિંગાપોરનાં મ્યુઝિયમમાં છે. જ્યારે દીપિકાનું સ્ટેચ્યૂ લંડનનાં મેડમ તુસાદ મ્યુઝિયમમાં મૂકાયું હતું.