મુંબઈ: બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂરને ફિલ્મ જર્સીના શૂટિંગ દરમિયાન ઈજા પહોંચી હતી. શાહિદને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. મોહાલી સ્ટેડિયમમાં શૂટિંગ દરમિયાન દુર્ઘટના થતાં ચહેરા પર ગંભીર ઈજા થતા હોઠ પર ટાંકા આવ્યા હતા. બાદમાં શનિવારે રાત્રે શાહિદ કપૂર પત્ની મીરા સાથે મુંબઈ પરત ફર્યો હતો. આ દરમિયાન મુંબઈ એરપોર્ટ પર બંને જોવા મળ્યા હતા.


શાહિદ કપૂરના હોઠ પર ગંભીર ઈજા પહોંચી છે, જેના કારણે તેના હોઠમાં ટાંકા આવ્યા છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે શાહિદ કપૂરે કપડાથી પોતાનું મોઢુ ઢાંકી રાખ્યું છે.



પ્રાપ્ત માહિતી અનુસાર એક શૉટ રમતથી વખથે બોલ તેના હોઠ પર લાગ્યો હતો અને હોઠમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. હાલમાં ફિલ્મના શૂટિંગને રોકી દેવામાં આવ્યું છે. શાહિદની ઈજા સારી થાય ત્યાં સુધી ફિલ્મનું શૂટિંગ રિઝ્યૂમ કરશે.



શાહિદ પોતાની અપકમિંગ ફિલ્મ ‘જર્સી’ના શૂટિંગ માટે પંજાબમાં હતો. આ ફિલ્મ ક્રિકેટ પર આધારિત છે. (તમામ તસવીરો માનવ મંગલાણી)