Jersey Postponed: ઉત્તર પ્રદેશના અવધ પ્રદેશમાં એક પ્રસિદ્ધ કહેવત છે, "રુઆંસી બેઠી હૈ,  ભૈયા આ ગયે". શાહિદ કપૂરની નવી ફિલ્મ જર્સી સાથે પણ આવું જ થયું છે. ક્રિકેટ પર બનેલી ફિલ્મ '83'ના ખરાબ પ્રદર્શન બાદ ન તો ફિલ્મ માર્કેટમાં કે દર્શકોમાં આ ફિલ્મને લઈને કોઈ પ્રકારની ઉત્સુકતા જોવા મળી નથી રહી.  એવું માનવામાં આવી રહ્યું હતું કે, આ ફિલ્મ તેના ઓપનિંગ ડે પર પણ  'કબીર સિંહ'ના કલેક્શન જેટલી કમાણી નહી કરી શકે. જો હવે આ ફિલ્મ કોરોના કેસ વધતાં રિલીઝની ડેટ ટળી છે.  


 કોરોનાની ત્રીજી લહેર દસ્તક દઇ રહી છે. આ સ્થિતિમાં . ફિલ્મના નિર્માતાઓએ મંગળવારે ફિલ્મ 'જર્સી'ની રિલીઝ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. તેની નવી રિલીઝ ડેટ પછીથી જાહેર કરવામાં આવશે. તેના સ્ટાર્સ શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુર છેલ્લા કેટલાક અઠવાડિયાથી સતત આ ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે.


 ક્રિસમસ અને ન્યૂ યર પાર્ટીઓ માટે હોટેલ, એરોપ્લેન વગેરેના આડેધડ બુકિંગથી એલર્ટ, સરકારોએ પહેલાથી જ દેશના તમામ રાજ્યોમાં નાઇટ કર્ફ્યુ લાદી દીધો છે. કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટને કારણે એપ્રિલમાં દેશમાં ભારે હોબાળો થયો હતો. હજારો લોકોના જીવ ગયા અને લાખો લોકો ઓક્સિજન માટે  ભટક્યા હતા. હવે આ વાયરસનું એક નવું સ્વરૂપ ઓમિક્રોન વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. ભારતમાં પણ તેના ચેપના વધતા જતા કેસોને કારણે, યશરાજ ફિલ્મ્સે સૌ પ્રથમ સોમવારે તેની આગામી ફિલ્મ 'પૃથ્વીરાજ'નું ટ્રેલર રિલીઝ કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો હતો.


યશરાજ ફિલ્મ્સના આ નિર્ણય બાદ મંગળવારે સવારથી જ ફિલ્મ સિટીમાં ભારે હલચલ મચી ગઈ હતી. ફિલ્મ 'જર્સી'ના નિર્માતાઓને લાગ્યું કે પહેલાથી જ ઠંડી પડી ગયેલી તેમની ફિલ્મને કોરોનાના ત્રીજા લહેરમાં રિલિઝ કરવાથી કમાણી નહીં કરી શકે. . આથી આ ફિલ્મની રિલીઝ આગામી તારીખ સુધી મોકૂફ રાખવામાં આવી છે.


પ્રખ્યાત કોમેડિયન મુસ્તાક મર્ચન્ટનું  નિધન


ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત કોમેડિયન મુસ્તાક મર્ચન્ટનું  નિધન થયું છે. મુસ્તાક મર્ચન્ટે હોલી ફેમિલી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઈન્ડસ્ટ્રીના જાણીતા કોમેડિયન મુશ્તાક મર્ચન્ટે આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું. મુસ્તાક મર્ચન્ટે  હોલી ફેમિલી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. કોમેડિયન 67 વર્ષના હતા અને તેઓ લાંબા સમયથી ડાયાબિટીસથી પીડિત હતા.


કઇ સફળ ફિલ્મમાં કર્યુ કામ


મુશ્તાક મર્ચન્ટે ઘણી જાણીતી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓ તેમના સમયમાં ફિલ્મોમાં કોમેડી માટે જાણીતા હતા અને આ જ કારણથી ચાહકો તેમને ખૂબ પસંદ કરતા હતા. મુશ્તાકે 'હાથ કી સફાઈ', 'જવાની દીવાની', 'સીતા ઔર ગીતા', 'સાગર' સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. બહુ ઓછા લોકો જાણે છે કે કોમેડિયન મુશ્તાક મર્ચન્ટે અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રની શાનદાર ફિલ્મ 'શોલે'માં પણ કામ કર્યું હતું. ફિલ્મમાં મુશ્તાકનો ડબલ રોલ હતો. પ્રથમ વખત તે દાઢીવાળા એન્જિન ડ્રાઈવર તરીકે દેખાયો અને બીજી વખત પારસી વ્યક્તિ તરીકે દેખાયો જેની બાઇક જય અને વીરુ ચોરી કરે હતી.