શાહિદ કપૂરનો આ એક્ટ્રેસ સાથેનો KISSING સીન થયો VIRAL
abpasmita.in | 06 Jun 2019 07:42 AM (IST)
આ પોસ્ટરને લઇને આદિત્ય નામના યૂઝરે તો શાહિદને સીરિયલ કિસરનો ટેગ આપ્યો.
નવી દિલ્હીઃ શાહિદ કપૂર અને કિયારા આડવાણી સ્ટારર ફિલ્મ કબી સિંહ હાલમાં ચર્ચામાં છે. અત્યાર સુધી ફિલ્મના રિલીઝ થયેલ ગીત અને ટ્રેલ લોકોને ખૂબ પસંદ પડ્યા છે. ટૂંકમાં જ ફિલ્મનું ત્રીજું ગીત મેરે સોનિએ પણ રિલીઝ થવાનું છે. હાલમાં શાહિદ કપૂરે આ ગીતનું પોસ્ટર શેર કર્યું છે, જેમાં કિયારા આડવાણી અને શાહિદ એક બીજાને કિસ કરતાં જોવા મળે છે. પોસ્ટમાં તમે જોઈ શકો છો કે, શાહિદ કપૂર અને કિયારા અડવાણી એકબીજાને કિસ કરતા જોવા મળે છે. આ સાથે એક જાહેરાત કરવામાં આવી હતી કે 6 મી જૂનના રોજ ફિલ્મનું લવ સોંગ 'મેરે સોનિયે' આવી રહ્યું છે. શાહિદ કપૂરે આ પોસ્ટરને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યુ. આ પોસ્ટર પર અનેક લોકો શાહિદની પ્રશંસા કરી રહ્યા છે. આ પોસ્ટરને લઇને આદિત્ય નામના યૂઝરે તો શાહિદને સીરિયલ કિસરનો ટેગ આપ્યો. લોકોએ શાહિદને ઇમરાન હાશ્મી કહ્યું, હાલ તો આ ફિલ્મને લઇને માહોલ ખૂબ જ ગરમ છે.