મુંબઇઃ બૉલીવુડ એક્ટર શાહિદ કપૂરને જ્યારે પણ નવરાશનો સમય મળે છે ત્યારે તે પત્ની મીરા રાજપૂત સાથે ફરવાનુ પસંદ કરે છે. હવે આ બન્નેની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે, આ તસવીરો બન્ને જ્યારે મીડનાઇટ ડિનર કરવા નીકળ્યા ત્યારની છે.



એક્ટર શાહિદ કપૂર પત્ની મીરા રાજપૂતને અડધી રાત્રે મુંબઇની એક રેસ્ટૉરન્ટમાં ડિનર પાર્ટી માટે લઇ જાય છે, ત્યારે આ તસવીરો કેપ્ચર કરવામાં આવી છે. આમ તો ખાસ કરીને બન્ને પાર્ટીઓમાં વધુ જોવા મળે છે.



શાહિદ પત્ની મીરા સાથે મુંબઇની એક રેસ્ટૉરન્ટમાં ડિનર કરવા માટે મોડી રાત્રે નીકળ્યો છે, આ દરમિયાન તે કેમેરાને જોતાં જ પોતાનુ મોં છુપાવવાની કોશિશ કરી રહ્યો છે.



ડિનર પાર્ટીમાં જતી વખતે એક્ટર શાહિદ કપૂરે સ્પૉર્ટી અને કેઝ્યૂઅલ લૂકવાળા કપડાં પહેર્યા છે. શાહિદે કેપરીની સાથે જિપ વાળી ટી-શર્ટ પહેરેલી છે, એટલું જ નહીં માથે કેપ પણ લગાવી છે.



વળી, પત્ની મીરા રાજપૂત પણ સિમ્પલ લૂકમાં જોવા મળી રહી છે, મીરાએ કાલા રંગની લેગિંગ્સ અને ફૂલ સ્લિવ ટી-શર્ટ પહેરેલી છે.