શાહીદે શરૂ કર્યુ 'પદ્માવતી'નું શૂટિંગ, સોશિયલ મીડિયા પર શેર કરી પહેલી તસવીર, Pic Inside!
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Nov 2016 11:13 AM (IST)
1
સંજય લીલા ભણસાલી 'પદ્માવતી'ને ડાયરેક્ટ કરી રહ્યા છે. જ્યારે શાહીદ ઉપરાંત આ ફિલ્મમાં દિપીકા પાદુકોણ પદ્માવતીનો રોલ કરશે અને રણવીર સિંહ અલાઉદ્દીન ખિલજી તરીકે જોવા મળશે.
2
ઉલ્લેખનીય છે કે શાહીદ પહેલી વાર સંજય લીલા ભણસાલી સાથે કામ કરી રહ્યો છે અને તેના ફેંસ પાસેથી શુભેચ્છાઓ માગી છે.
3
મુંબઈ: દિકરી મીશા અને પત્ની મીરા સાથે સમય ગાળ્યા પછી શાહીદ કપૂર ફરી શૂટિંગ શેડ્યુલમાં વ્યસ્ત થઈ ગયો છે. શાહીદે ઈંસ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને લખ્યું હતું કે, Day 1. #padmavati wish me luck guys. આ તસવીરમાં શાહીદની દાઢી-મૂછ વાળો ટફ લૂક જોવા મળે છે. તે 'પદ્માવતી'માં રાજા રાવલ રતન સિંહની ભૂમિકામાં જોવા મળશે.
4
દિપીકાએ હાલમાં જ રાજસ્થાનના ઘૂમર ડાંસથી પ્રેરિત ફિલ્મના એક ગીતનું શૂટિંક પૂરુ કર્યુ હતું. જ્યારે રણવીરે તેના પાર્ટનું શૂટિંગ કરી લીધુ છે.