Aryan Khan News:: આર્થર રોડ જેલના સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, આર્યન ઘરેથી  મોકલેલા કપડાં  પહેરી શકે છે. જો કે, તેઓએ જેલનું જ ભોજન લેવું પડશે.


ક્રુઝ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને 20 ઓક્ટોબર સુધી જેલના સળિયા પાછળ રહેવું પડશે. 20 ઓક્ટોબરે મુંબઈની સેશન્સ કોર્ટની વિશેષ એનડીપીએસ કોર્ટ નક્કી કરશે કે આર્યન ખાનને જામીન મળશે કે તેને જેલમાં રહેવું પડશે. 2 ઓક્ટોબરથી આર્યન ખાનની મુશ્કેલીઓ વધી છે, જ્યારથી તેમની  એનસીબીએ ક્રુઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની ધરપકડ કરી હતી. આર્યન ખાનને મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યો છે.


આર્યનનો કોરોના રિપોર્ટ આવ્યો


આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને અન્ય આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા બાદ આ તમામ આરોપીઓને મુંબઈની આર્થર રોડ જેલની બેરેક નંબર એકમાં રાખવામાં આવ્યા હતા. બેરેક નંબર 1 કોરોના સમયગાળા દરમિયાન આઇસોલેશન વોર્ડ તરીકે તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે પણ નવો કેદી જેલમાં આવે છે, ત્યારે તેને 1 અઠવાડિયા માટે આઇસોલેશન વોર્ડ એટલે કે બેરેક નંબર એકમાં રાખવામાં આવે છે. એક અઠવાડિયાનું આઇસોલેશન પૂરું કર્યા બાદ તમામ આરોપીઓની કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. ગુરૂવારે આર્યન સહિતના બધા જ આરોપીના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. આર્યન ખાનને કેદી નંબર -956 મળ્યું છે.


પરિવારે મનીઓર્ડરથી મોકલ્યાં 4500


આર્થર રોડ જેલમાં 11 ઓક્ટોબરે આર્યન ખાનને પરિવાર તરફથી 4,500નો મનીઓર્ડર પ્રાપ્ત થયો છે. આ મની ઓર્ડર આર્યન ખાનના કેન્ટીન ખર્ચ માટે હતો. આપને જણાવી દઇએ કે, કેદીઓ માટે દર મહિને 4,500ની દર મહિને મનીઓર્ડરની અનુમતિ છે.


નથી પસંદ જેલનું ફૂડ


આર્યનને જેલું ફૂડ પસંદ નથી આવતું. તે કેપ્ટીનના કૂપનથી બિસ્કિટ, ફરસાણ ખરીદીને ખાઇ છે. જો કે ક્યારેક ક્યારેક જેલની રોટલી પણ ખાઈ લે છે.


ઘરના કપડાં પહેરવાની મળી મંજુરી


આર્થર રોડના અધિકારીઓના જણાવ્યાં મુજબ આર્યન સહિતના તેના સાથીઓને ઘરના કપડાં પહેરવાની મંજૂરી આપી છે. જો કે તેમને બહારથી ખાવાનું ખરીદવાની પરવાનગી નથી  આર્યન ખાન અને તેના અન્ય સાથી જેલનું જ ભોજન લે છે.


જેલમાં આર્યન પરેશાન


જેલમાં દરેક કેદીઓને રાત્રે વહેલું ઊંધી જવાનું અને સવારે વહેલું ઉઠવાનું હોય છે પરંતુ આર્યન આ શિડ્યુઅલને ફોલો નથી કરી શકતો. આર્થર જેલના અધિકારીએ જણાવ્યું કે, તે ખૂબ જ શાંત રહે છે અને કોઇ સાથે વાતચીત નથી કરતો. તે માત્ર તેના મિત્ર અરબાઝ સાથે વાતચીત કરી લે છે.તેને થોડા મેગેઝિન વાંચવા માટે આપવામાં આવ્યાં છે.