Bill Clinton News: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનને ઇન્ફેકશન થતાં તેમની  તબિયત ખરાબ થઇ ગઇ હતી. તેમને દક્ષિણી કેલિફોર્નિયાની એક હોસ્પિટલમાં મંગળવારે દાખલ કરવામાં આવ્યાં હતા. જો કે હવે તેના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે. ક્લિન્ટનના પ્રવકતાએ ગુરૂવારે એ જાણકારી આપી કે, તેમની તબિયતમાં સુઘારો થઇ રહ્યો છે. તેમને કહ્યું હતું કે, તેમના શરીરમાં સંક્રમણ થયું છે. પરંતુ તે કોરોના વાયરસથી સંક્રમિત નથી.


એન્ટીબોટિકસ દવા અન તરલ પદાર્થ આપવામાં આવી રહ્યો છે.


ઉરેનાએ કહ્યું કે, સ્વાસ્થ્યમાં સુધાર થઇ રહ્યો છે અને તે સારૂ મહેસૂસ કરે છે. સારી સારવાર માટે તેમણે તબીબો, નર્સોનો આભાર માન્યો છે. તેમજ હાલ તેમને તરલ પદાર્થ આપવામાં આપી રહ્યાં છે અને એન્ટીબોયટિક્સ દવાની પણ અસર થઇ રહી છે.



બહુ ઝડપથી ઘરે જઇ શકશે ક્લિન્ટન


ડોક્ટરે કહ્યું કે, “બે દિવસના ઉપચાર બાદ તેમનામાં વ્હાઇટ સેલ્સની સંખ્યામાં ઘટાડો થયો છે. તેમજ એન્ટી બાયિક્સની દવાની પણ તેના પર અસર થઇ રહી છે. કેલિફોર્નિયા સ્થિત ચિકિત્સકો અને હૃદય રોગ નિષ્ણાત સતત તેના સંપર્કમાં છે. આશા છે કે, તેઓ બહુ ઝડપથી ઘરે જઇ શકશે”. ઉલ્લેખનિય છે કે, બિલ ક્લિન્ટનની 2004માં બાઇપાસ સર્જરી થઇ હતી.  2010માં તેમની કોરોનરી ધમની સ્ટેન્ડ લગાવમાં આવ્યું હતું ત્યારબાદ તેમને શાકાહાર લેવાનો પ્રારંભ કર્યો હતો. ત્યાબાદ તેમનું વજન ઘટ્યું હતું અને સ્વાસ્થ્યમાં સુધારો થયો હતો.


આ પણ વાંચો 


Petrol Diesel Price Hike: આજે ફરી મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ, જાણો કેટલો થયો વધારો


વર્લ્ડકપ માટેની ટીમ ઈન્ડિયાના બૉલરે દેશના બદલે KKRને મહત્વ આપતાં ચાહકો બગડ્યા, જાણો બોલરે શું કર્યું ?


Ahmedabad : શિવરંજની BRTS રૂટમાં મોડી રાતે કારનો અકસ્માત, ગરબા રમી પરત ફરતી વખતે અકસ્માતની આશંકા


200 કરોડ મની લોન્ડ્રિંગના મામલે નોરા બાદ હવે આ એક્ટ્રેસની ED કરશે પૂછપરછ